બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ટીવીના રામ -સીતા ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી કોરોના પોઝિટિવ

ટેલિવિઝનની ફેમસ જોડીઓમાંની એક ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જીનો કોરોના રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો છે. બંનેએ સોશિયલ મીડિયા મારફતે કોરોના રિપોર્ટની જાણકારી આપી છે. ગુરમીતે જણાવ્યું કે હાલ બંનેની તબિયત સારી છે અને તેઓ હોમ ક્વોરન્ટીન રહીને જરૂરી સાવચેતી રાખી રહ્યા છે.

ગુરમીત ચૌધરીએ હાલમાં જ તેના ટ્વિટર અકાઉન્ટ પર તેની અને દેબીનાની કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. એક્ટરે લખ્યું, 'મારી વાઈફ દેબીના અને હું કોવિડ 19 પોઝિટિવ આવ્યા છીએ. સારા નસીબે અમે ઠીક છીએ અને હોમ આઇસોલેશન દરમ્યાન બધી જરૂરી સાવચેતીઓ રાખી રહ્યા છીએ. અમે અમારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ધ્યાન રાખવા માટે અપીલ કરીએ છીએ. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.'