જાણો વીજળી પડવાથી કયા 2 યુવા ક્રિકેટર્સનાં થયા મોત..?
ક્રિકેટના શોખીનો માટે આચકો આપતા આઘાત જનક સમાચાર સામે આવ્યાછે. જી હા, બે આશાસ્પદ ક્રિકેટરનાં વીજળી પડવાથી મોત નીપજ્યાની ઘટનાથી રમત જગતમાં સોંપો પડી ગયો છે. બે યુવા ક્રિકેટરોનાં કુદરતી આફતમાં દર્દનાક મૃત્યુનાં કારણે આખું રમત જગત આઘાતમાં છે.
કુદરતના કહેરની આ વિચીત્ર ઘટના ઘટી છે ભારતનાં પડોશી દેશ એવા બાંગ્લાદેશમાં. વરસાદી ઋતુમાં વીજળી પડી અને સ્ટેડિયમમાં ક્રિકેટ રમતા બે ખેલાડીએ જીવ ગુમાવ્યા છે.
બાંગ્લાદેશના ગાઝીપુર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી, જે વરસાદના કારણે બંધ કરવામાં આવી. તે દરમિયાન ક્રિકેટર મોહમ્મદ નદીમ, મિઝાનપુર અને અન્ય એક ખેલાડીએ વરસાદમાં સ્ટેડિયમમાં ફૂટબોલ રમવાનું શરુ કર્યું.
જાણે મોત બોલાવતું હોય તેવી રીતે તે જ સમયે સ્ટેડિયમમાં જોરદાર વીજળી પડી અને ત્રણ ખેલાડી જમીન પર પડી ગયા. ઘટના બાદ બાકીના ખેલાડીઓ ત્યાં દોડી ગયા હતા અને વિજળીનાં કારણે ગંભીર રીતે ઘાયલ ત્રણેય યુવા ક્રિકેટરોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલનાં ડોક્ટરો પણ કુદરતનાં કહેરમાંથી બે ખેલાડીને બચાવી શક્યા નહીં અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.