બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મંગળ ગ્રહના અલ્ટિની સ્કૂપુલી ગ્લેશિયરો નીચે પાણી હોવાના પ્રમાણ.

માનવ મંગળ ગ્રહ પર વસવાટ કરવો હોયતો મંગળ ગ્રહનો દક્ષિણ ધૃવ બેઝ બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે. સંશોધકોએ મંગળ ગ્રહ પર અલ્ટિની સ્કૂપુલી નામના એક વિસ્તારમાંથી બરફના ગ્લેશિયરોની નીચે ત્રણ સોલ્ટી સરોવર શોધ્યા છે. આ માહિતી મંગળ ગ્રહ પર માનવની વસવાટ કરવાની શકયતા વધારે છે. 

આ સંશોધન તારણ યૂરોપિયન સ્પેસ એજન્સી દ્વારા લોંચ કરવામાં આવેલા માર્સ એકસપ્રેસ સ્પેસક્રાફટ અંર્તગતના માર્સ એડવાન્સ રડાર ફોર સબ્સફેર્સ એન્ડ આયનોસ્ફેયર સાઉન્ડિંગના ડેટા વિશ્વલેષણ પરથી મળ્યું છે. માર્સિસ રેડિયો તરંગોને માર્ટિયાન સપાટી પર મોકલીને રિફલેકટ થઇને આવેલી તરંગોનું વિશ્વલેષણ કરવામાં આવ્યું હતું.

વૈજ્ઞાાનિકોએ પૃથ્વીના ધુ્રવો પાસે બરફની ચાદર નીચે તરલ સરોવર શોધવા માટે જે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો આમાં પણ ઉપયોગ થયો હતો.૨૦૧૨ થી ૨૦૧૫ વચ્ચે ૨૯ અવલોકનો દ્વારા રિસર્ચ ટીમે વર્ષ ૨૦૧૮માં ૧૯ કિમી પહોળું એક સોલ્ટ વોટર હોવાનું પ્રમાણ મળ્યું હતું. આ ટીમને અત્યાર સુધી ૧૦૫ અને વધુ નીરિક્ષણ દ્વારા ત્રણ મોટી વોટરબોડી અને ત્રણ નાની વોટરબોડીના વધુ કેટલાક ભરોસાપાત્ર પ્રમાણો મળ્યા હતા. 

ઇટલીમાં આવેલા રોમા ટ્રે યૂનિવર્સિટીના ભૌતિકી અને ગણિતના પ્રોફેસર અને રિસર્ચ પેપરના સહ લેખિકા એલેના પેટીનેલીએ જણાવ્યું કે આપણે રિસર્ચ અને પરીણામોને લઇને ઘણા આશાવાદી છીએ. ડેટા દર્શાવે છે કે વિભિન્ન વોટર બોડીઝથી રડારને આધારભૂત રિફલેકશન મળ્યા છે. વિવિધ પ્રકારની ડેટા વિશ્લેષણ પધ્ધતિઓ વડે પણ સકારાત્મક પરીણામ મળ્યું છે. 

મંગળ ગ્રહ પર વાતાવરણ અને પાણી હોવા અંગે અનેક સંશોધનો થયા છે જેમાં વધુ તો મંગળ ગ્રહ પર પાણી નહી હોવાનું પણ અનુમાન હતું પરંતુ અલ્ટિની સ્કૂપુલી નામના સ્થળે બરફના ગ્લેશિયર વચ્ચે તરલ સ્વરુપે પાણી હોવાનું પ્રમાણ મળ્યું છે પરંતું મંગળ પર અન્ય કોઇ સ્થળે પાણી હોવાનું જાણવા મળતું નથી. આ રિસર્ચ પરિણામ ગત મહિને નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયું હતું.