બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સમજણ અથવા સંબંધ...

આજે પણ રાધિકા ના હાથ માં કોફી નો મગ છે, મોબાઈલ છે અને કહેવા માગતી એ લાગણીઓ.
મેસેજ કરવો છે હર્ષ ને,  આજે પણ ઇગો જ વચ્ચે આવી ગયો. ..
એ ૫ વર્ષ ના પ્રેમ ભરેલી મિત્રતા, બસ એક લાગણી ભરેલો મેસેજ કરે એટલીજ દૂર છે.
કદાચ તમારા પણ કોઈ સંબંધ આટલાં જ દૂર હશે.
*
રાધિકા એ finally જ 5 વર્ષ પછી હર્ષ ને મેસેજ કરી જ દીધો.
મને આજે પણ તારા એ શબ્દ યાદ છે હર્ષ કે "જ્યારે લાગણીઓ આવશે ત્યારે બતાવીશ, ખોટી formalities નહિ આવડે મને"
હર્ષ એ reply આપ્યો "મારા બોલેલા શબ્દો યાદ છે, અને નહિ બોલેલા વિચારો ન સમજી તું રાધી"
રાધિકા ની આંખો ભરાઈ આવી
*
આંખો ના ખૂણા માં આંસુ ભરાયા હતા રાધિકા ને અને રડતા અવાજે બોલી: "મને પેલે થી શબ્દો જ સમજાય છે હર્ષ, તારા આ મૌન ને હું ક્યારેય નથી સમજી શકી"
હર્ષ : હમમ
રાધિકા: હું તારા જિંદગી નો e ઘોંઘાટ છું જે તારા ચુપ્પી પાછળ ની નીરવતા ને પૂર્ણ કરે છે.
અને મને તારા ઘોંઘાટ ને તે એમ જવા દીધો.
હર્ષ નો અવાજ ભરાઈ આવ્યો.
*
ભારે અવાજ સાથે હર્ષ બોલ્યો
મે તને જવાનું ક્યારેય કીધું જ ન હતું. તું તારા નિર્ણય પર જતી રહી હતી. .
રાધિકા: એટલે કે આમાં પણ મારો જ વાંક એમ ને હર્ષ ... વાહ😡
હર્ષ: ના મારો વાંક છે રાધી, કે તને જતા જોતો રહ્યો, તને રોકવા માટે હાથ પણ ન લંબાવ્યો.
એ ૫ વર્ષ ની એક એક ક્ષણ, એ અફસોસ સાથે જ જીવ્યો કે એક વાર પણ રોકી કેમ નહિ. I am sorry radhudi..
ચાલ એક વાર મળીએ..(રાધિકા મૌન છે )
શું રાધિકા એ એવા માણસ ને મળવું કોઈએ જેને sorry કહેવા માં જ ૫ વર્ષ કાઢી નાખ્યા??
*
મન strong બનાઇ ને રાધિકા finally  જ મળવા તૈયાર થાય છે.
જેમ પેલા મળતા હતા એમજ, આજે પણ રાધિકા એજ coffee Shop માં જાય છે. Cold coffee order કરી રાહ જુએ છે હર્ષ ની.
હર્ષ પાછળ થી આવી bhaauuuuuu..કરી ..રાધિકા ને ડરવાનો નીર્થક પ્રયત્ન કરે છે.
રાધિકા એકી ટ્સે હર્ષ ને જોયા કરે છે.
*
હર્ષ: ઓ ગાંડી, મારા પ્રેમ માં હજુ પણ પાગલ થવુ છે વધુ ! આ ૫ વર્ષ ઓછા પડ્યા😅કેમ આમ જુએ છે મને
રાધિકા: બસ એ હર્ષ ને શોધું છું, જે એક સમયે મારોજ હતો અને મે જ એને મારાથી દૂર કર્યો હતો.
હર્ષ: હવે plz don't start it again. Let's order some snacks
રાધિકા: તે મારી ભુલ આટલી જલદી માફ કરી દીધી હર્ષ. તું મહાન બનવા માગે છે કે પોતાને મહાન સમજે છે.
હર્ષ: હસે છે😀 મહાન છું જ
*
હર્ષ: મને આજે પણ આપડી છેલ્લી મુલાકાત અને એમાં તારી એ મારા માટે ની ખોટી શંકા ઓ યાદ છે મને પણ મારા માટે ક્યારેય તારો જગડો important હતો જ નહિ. મારા માટે હમેશા જ તું પેલી priority હતી, છો અને રહીશ.
રાધિકા: તો મને જવા કેમ દીધી હર્ષ
હર્ષ: બસ આ મારી real રાધિકા ને મેળવવા માટે. I knew somewhere in my mind કે હવે તું પાછી આવીશ એ હમેશા માટે આવીશ.
*
રાધિકા: પણ મારા વગર કેમ રહી શક્યો આટલા વર્ષ?
હર્ષ: રાધું, હું બસ આપના સંબંધ માં સમજણ add કરવા માગતો હતો અને અગર સમજણ ન આવે તો હું જીવતા શીખી લેત.
રાધિકા: અને અગર પાછી ન આવી હોત તો?
હર્ષ: તો માની લેત કે આપડા વચે સંબંધ હતો બસ સમજણ ન હતી😊
*
આવા જ આપડા પણ સંબંધ હોય છે. સમજણ વગર ના.
બસ થોડી સમજણ ની જરૂર હોય છે અને સાથે સમય ની પણ.
થોડો સમય આપો તો એ સબંધ માં સમજણ અને કિંમત બનનેજ આવી જશે.

Dr. Prashakha J. Shukla