બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સંયુક્ત રાષ્ટ્ર સંઘે એક્ટર સોનૂ સૂદને કર્યા સમ્માનિત..

- કોરોના મહામારીમાં તેના સત્કાર્યને કારણે મળ્યો એવોર્ડ
કોરોના મહામારીમાં પરપ્રાંતીયોના મસીહા બનેલા સોનૂ સૂદને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પ્રતિષિઠન એસડીઝી સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એકશન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે. વિશ્વમાંથી  પસંદગીની  વ્યક્તિઓને જ આ પુરસ્કાર પ્રદાન કરવામાં ાવ્યો છે. આ એવોર્ડને યૂનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સમિતિ દ્વારા આપવામાં આવ્યો છે. આ સમ્માન મેળવીને સોનૂ ખુશ છે. 

કોરોના સંકટ દરમિયાન સોનૂએ સતત પરપ્રાંતીય મજૂરોને મદદ કરી છે અને હજી પણ જરૂરિયાતો જોઇતી સહાય આપી રહ્યો છે. તેણે ગરીબ બાળકો માટે સ્કોલરશિપ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે જેથી બાળકો પોતાના મનપસંદ વિષય સાથે ભણી શકે. આ ઉપરાંત અભિનેતાએ એક એપની પણ શરૂઆત કરી છે.

જેના દ્વારા પ્રવાસી મજૂરોને નોકરી પણ મળી શકશે. આ એપનું નામ તેણે પ્રવાસી રોજગાર રાખ્યું છે. તેના આ સદકાર્યોની નોંધ લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેનું વિશેષ સમ્માન કર્યું છે. 

સોનૂએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ એક દુર્લભ સમ્માન છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી માન મળે તે સૌભાગ્ય છે. મેં જે પણ કર્યું છે તે કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના નમ્રતાથી મારા દેસવાસીઓ અને સાથીઓ માટે કર્યું છે. હું જે પણ કરી શક્યો છું તે અને હજી પણ કરી રહ્યો છું તે તો એક નાનકડો હિસ્સો છે. જોકે કોઇ પણ કામ માટે એવોર્ડ મળે તો તે ચોક્કસ સારું લાગે છે. ભવિષ્યમાં પણ હું માનવતાવાદી અન ેપર્યાવરણ માટે કાંઇને કાંઇ કરતો રહીશ.