બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જુઓ સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનમાં અનલોક 5.0 માં શું ઓપન થશે....

સરકારે અનલોક-5ની ગાઈડલાઈન્સ જાહેર કરી; 15 ઓક્ટોબરથી 50% કેપેસિટી સાથે સિનેમા હોલ ખોલી શકાશે

કેન્દ્ર સરકારે આજે અનલોક 5ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. 15 ઓક્ટોબરથી 50% કેપેસિટી સાથે સિનેમા, થિએટર અને મલ્ટિપ્લેક્સ ખોલી શકાશે.

15 ઓક્ટોબર પછી અમલી બનશે..

સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિએટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે

બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે જે વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન રહેશે.

ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે.

મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.

સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લેવા મુક્ત.

હજી પણ ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ.

સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી.

વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે.

હાજરી માટે કોઈ ફરજ નહીં પાડી શકાય, તેનો સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે.

સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.

કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય પણ આ રીતે જ લેવાશે.

પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 15મી પછી લેબ/પ્રયોગકાર્યને મંજૂરી.

કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે.

બંધ હોલમાં બેઠક ક્ષમતાના મહત્તમ 50% અને વધુમાં વધુ 200 લોકોને મંજૂરી અપાશે. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-થર્મલ સ્ક્રીનિંગ-હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે.

કોમર્શિયલ ધોરણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધિત.
મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળો બંધ રહેશે.

31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી.