દેશમાં અનલોક-3 ની ગાઈડલાઈન જાહેર, ૧ ઓગસ્ટથી નાઈટ કરફ્યુ હટાવી દેવાશે
દેશમાં અનલોક-૩ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં રાત્રી દરમિયાન કરફ્યુ હટાવવામાં આવ્યું છે.અને સાથે જીમ પણ 5 ઓગસ્ટથી ચાલું થશે.અને યોગ સેન્ટર પણ ચાલુ કરવામાં આવશે.15 ઓગસ્ત ની ઉજવણી નિયમો સાથે કરી શકાશે .
- ધાર્મિક,સામાજિક,રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત
- સ્વિમિંગ પુલ,સિનેમા હોલ તેમજ મેટ્રોરેલ બંધ રહેશે
- દેશમાં શાળા અને કોલેજો 31 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવશે