8 પોલીસકર્મીઓ ઘાતકી હત્યા કરનાર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર...આવી રીતે થયું કામ તમામ...
આઠ પોલીસકર્મીઓની ઘાતકી હત્યાના જઘન્ય કાંડને અંજામ આપનાર માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલી એસટીએફના કાફલાને એક કાર કાનપુર હાઈવે પલટી ગઈ છે. કહેવાય છે કે જે ગાડી પલટી અને દુર્ઘટનાગ્રસ્ત થઈ તેમાં વિકાસ દુબે પણ સવાર હતો. હાલ ગાડીમાં સવાર તમામ લોકોને હોસ્પિટલ લઈ જવાયા છે. હજુ માહિતી નથી મળી કે કેટલા લોકો ઘાયલ થયા છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ગેંગસ્ટર વિકાસ દુબે અને પોલીસ સાથે અથડામણ થઈ છે. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તેમણે ફાયરિંગનો અવાજ સાંભળ્યો છે.