બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઉર્મિલા માંર્તોંડકર 12 વરસ પછી બોલીવૂડમાં કમબેક કરશે

રંગીલા ફેમ એકટ્રેસ ઉર્મિલા માંતોડકર ૧૨ વરસ પછી બોલીવૂડમાં કમબેક કરવાની છે. આ વાતની પુષ્ટિ અભિનેત્રીએ સ્વયં એક ઇન્ટરવ્યુમાં કરી  હતી. 


ઉર્મિલાએ જણાવ્યું હતુ કે, તે જલદી જ એક નવી ફિલ્મ લઇને આવવાની છે. આ સાથે જ તે સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે.સાથે તેણે એમ પણ જણાવ્યું હતુ કે, તે જલદી જ એક વેબ શોમાં પણ જોવા મળવાની છે. 


ગયા વરસના એપ્રિલમાં જ ઉર્મિલા એક વેબ સિરિઝમાં કામ કરવાની હતી. તેને એ સ્ક્રિપ્ટ બહુ પસંદ પડી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે  આ વેબ સિરિઝ આગળ વધી શકી નહોતી અને તેને સ્થગિત કરવી પડી હતી. હવે આ સિરિઝ પર ફરી કામ શરૂ થાય તેની ઉર્મિલા રાહ જોઇ રહી છે. 


ઉર્મિલા  છેલ્લે ૨૦૧૮માં રરિલીઝ થયેલી ઇરફાન ખાન સ્ટારર ફિલ્મ બ્લેકફિલ્મમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મમાં તેનો એક સ્પેશિયલ ડાન્સ નંબર બેવફા બ્યુટી હતો. લીડ એકટ્રેસ તરીકે ઉર્મિલાની છેલ્લી ફિલ્મ ૨૦૦૮માં રિલીઝ થયેલી ઇેમઆઇ હતી. 


ઉર્મિલાએ સાલ ૨૦૧૯માં રાજકારણમાં જોડાઇને સહુને આશ્ચર્યમાં મુકી દીધા હતા. તેણે કોંગ્રેસ પાર્ટીની ટિકીટ પરથી ચૂંટણી લડી હતી જોકે પછીથી તે શિવસેનામાં જોડાઇ હતી.