ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગની હાર્ટ સર્જરી કરવાના કારણે હાલત ગંભીર..
ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને આ દિવસોમાં જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે માહિતી મળી છે કે તેમની કાર્ડીઓવૈસ્ક્યલરને કારણે સારવાર ચાલી રહી હતી. અમેરિકી ટીવી ચેનલ સી.એન.એનના રીપોર્ટ પ્રમાણે કિમ જોંગ ઉનની સર્જરી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થઇ ગયું છે.
એક અમેરિકી અધિકારીએ કહ્યું છે કે કિમ જોંગ ઉનનો જીવ ખતરામાં છે. તેમની તબિયત છેલ્લા થોડા મહિનાથી ખરાબ હતી, તેમજ તે વધારે પ્રમાણમાં સ્મોકિંગ કરે છે અને તેમને મોટાપાની પણ બીમારી છે. કિમ જોંગ ઉન છેલ્લે 11 એપ્રિલે જોવા મળ્યા હતા તેમજ તે પોતાના દાદાના જન્મદિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં પણ તે જોવા મળ્યા નહોતા.
પ્રાપ્ત વિગત અનુસાર કિમ જોંગ ઉન આ દિવસોમાં હયાન્ગ્સાન ગામમાં એક વિલાસમાં સારવાર લઈ રહ્યા છે. તેમને બ્રેન ડેડ હોવાની ખબરો પર હજુ અમેરિકાના અધિકારીઓ ટીપ્પણી આપી રહ્યા નથી. બીજી તરફ ગુપ્ત રીપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાથી સાચી માહિતી આવવી ખુબજ મુશ્કેલ છે. કિમ જોંગ ઉનની ઉત્તર કોરીયામાં ભગવાનની જેમ પૂજા થાય છે તેથી ખુબ મુશ્કેલીથી માહિતી આવી રહી છે.