બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વાંસદા નેશનલ પાર્કમાં પચાસ વર્ષમાં પહેલી વખત બે એશિયાટિક વાઇલ્ડ ડોગ જોવા મળ્યા

નવસારી જીલ્લાના સહ્યાદ્રી પર્વતમાળાની તળેટીમાં આવેલા વાંસદા નેશનલપાર્કમાં પચાસ વર્ષમાં પહેલી વખત બે એશિયાટિક વાઇલ્ડ ડોગ જોવા મળ્યા છે. 24 ચોરસકિલોમીટરમાં પથરાયેલા વાંસદા નેશનલ પાર્કમાં ગોઠવેલા કેમેરાઓમાં પહેલી વખત બે ઢોલએટલે કે એશિયાટિક જંગલી કૂતરા હોવાનું ઝડપાયું છે. છેલ્લે 1970માં વાંસદાનામહારાજા દિગ્વેન્દ્રસિંહજીએ આ એશિયાટિક વાઇલ્ડ ડોગને જોયાનો વિશ્વસનીય પુરાવો છે.

એ બાદ વાંસદા નેશનલ પાર્કમાં તેમની હાજરી જોવા મળી ન હતી. અમારાનવસારીના પ્રતિનિધિ જણાવે છે કે આ વર્ષે પહેલી વખત 20મી ફેબ્રુઆરીમાં ઢોલને જોયાહોવાનું સ્થાનિક મોહંમદ જાટે વન ખાતાને જણાવ્યું હતું. ઢોલ ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ(પ્રોટેક્શન) એક્ટ 1972ના શિડ્યૂલ 2 હેઠળ સરંક્ષિત પ્રાણીની યાદીમાં સમાવિષ્ટ છે.દક્ષિણડાંગ ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ દિનેશભાઇ રબારીએ જણાવ્યું કે ઢોલહોવા એ સારા જંગલની નિશાની છે, વળી એ સારું શિકારી પ્રાણી છે. ઢોલ વાઘનો પણ શિકાર કરી જાય એવું સક્ષમપ્રાણી છે. તેની પૂંછડી ટૂંકી અને ગુચ્છાદાર હોય છે, તેના પગપણ ટૂંકા હોય છે.