બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વેક્સીનને લઈને મહાપ્રયોગ : આવી શકે છે વધુ એક રસી, અત્યાર સુધીની તમામ રસી કરતા હશે અલગ

કોરોનાના મહામારી સમગ્ર વર્લ્ડ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે અલગ-અલગ વેરિયન્ટ્સના કારણે આ મહામારી પર વૈશ્વિક સ્તર પર કાબુ મેળવવો મુશ્કેલ જોવા મળી રહ્યો છે. જ્યારે અનેક વેક્સીન કેટલાક વેરિયન્ટ્સ સામે તો ઘણી અસરકારક રહે છે, પરંતુ ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ જેવા વેરિયન્ટ્સ સામે વધુ અસરદારક નથી. જ્યારે આ સમસ્યાને દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા એક એવી વેક્સીન બનાવવા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે જે બધા વેરિયન્ટ્સ પર અસરકારક રહી શકે.

આ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના સચિવ રેણુ સ્વરૂપ દ્વારા તેને લઈને જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે, 'અમારા દ્વારા બધી કોરોના વેક્સીન પર અલગ-અલગ વેરિયન્ટ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છીએ. જયારે હવે અમે એક એવી વેક્સીન બનાવવા માંગીએ છીએ, જે બધા પ્રકારના કોરોના પર કામ કરી શકે.'

તેની સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે, 'અમારા ત્યા પાઈપલાઈનમાં ઘણી વેક્સીન રહેલી છે. ડીએનએવાળી વેક્સીનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. એમઆરએનએવાળી વેક્સીન ટૂંક જ સમયમાં ત્રીજા ફેઝના ટ્રાયલ માટે જવાની છે. બાયોજિકલ ઈ સપ્ટેમ્બરના અંતમાં પરવાનગી માટે અરજી કરે તેવી શક્યતા રહેલી છે, જ્યારે નાકથી લઈ શકાય તેવી (નેઝલ) વેક્સીનને બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.

જ્યારે તેમને તે પણ જણાવ્યું છે કે, 'અમે જીનોમ સીક્વેન્સિંગનો સરકારના વિભાગોમાં પણ વધારો કરી રહ્યા છીએ. જ્યારે અત્યાર સુધીમાં 80,000 સીક્વેન્સિંગ કરી ચૂકવામાં આવ્યા છે. હાલના વેરિયન્ટ્સ સિવાય અન્ય મહત્વપૂર્ણ વેરિયન્ટ્સનું પણ સીક્વેન્સિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધી બધા બ્રેક થ્રૂ ઈન્ફેક્શનનું સીક્વેન્સિંગ કરાઈ ચૂક્યું છે. ડેલ્ટા અને કેટલાક કેસોમાં આલ્ફા સિવાય કોઈ નવો વેરિયન્ટ દેખાયો નથી.