વાસુ ભગનાનીએ રણવીર સિંહનો આગામી ફિલ્મ માટે સંપર્ક કર્યો.
બોલીવૂડના ફિલ્મ નિર્માતા વાસુ ભગનાનીએ ૨૩ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ બિગ બજેટ ફિલ્મ સૂર્યપૂત્ર મહાવીર કર્ણ ફિલ્મની ઘોષણા કરી હતી.
આ ફિલ્મને હિંદી ઉપરાંત, તમિલ, તેલુગુ, મલયાલંમ અને કન્નડ જેવી પાંચ અલગ ભાષાઓમાં બનાવામાં આવશે. ફિલ્મની ઘોષણા સાથે જ કર્ણનું પાત્ર કોણ ભજવશે તેની અટકળો શરૂ થઇ ગઇ છે.
સૂત્રની વાત સાચી માનીએ તો નિર્માતા વાસુ ભગનાનીએ સૂર્યપુત્ર મહાવીર કર્ણના પાત્ર માટે રણવીર સિંહનો સંપર્ક કર્યો છે. એક વાત એવી પણ છે કે, રણવીરે આ રોલ કરવાની હા પાડી છે અને તેને ફાઇનલ કરવામાં આવ્યો છે. જોકે આની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
પરંતુ મેકર્સને લાગે છે કે, કર્ણના રોલ માટે રણવીર પરફેક્ટ અભિનેતા છે. રણવીરે પણ આ પ્રોજેક્ટમાં રસ લીધો છે, જોકે હજી મેકર્સ અને રણવીર અંતિમ નિર્ણય પર પહોંચ્યા નથી.
કહેવાય છે કે, સૂર્યપુત્ર મહાવીર કર્ણનું બજેટ લગભગ રૂપિયા ૩૦૦ કરોડની આસપાસ હશે. રિપોર્ટમાં એમ પણ કહેવાય છે કે, પૂજા એન્ટરટેનમેન્ટ સૂર્યપૂત્ર મહાવીર કર્ણનું નિર્માણ અલગ રીતે જ કરવા માંગે છે. તેઓ નવી કાસ્ટ અને એક મોટા બેનર સાથે ફિલ્મ બનાવા માંગે છે.