બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બટાકા-ડૂંગળી-ટમેટાના ભાવ આસમાને, આમ આદમીના બજેટમાં પડી રહી છે મોટી અસર.

ઉપભોક્તા મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે ડુંગળી, બટાકા અને ટમેટાંનો રિટેઈલ ભાવ આસમાને છે.

જથ્થાબંધ બજારમાં 5 ઓક્ટોબરે બટાકા 2000 થી લઈને 6000 ક્વિંટલ સુધી વેચાઈ રહ્યાં છે. જ્યારે છૂટક ભાવની વાત કરવામાં આવે તો 27 રૂપિયાથી લઈને 60 રૂપિયા કિલ્લોના ભાવે વેચાઈ રહ્યાં છે.

જ્યારે ડૂંગળી ત્રણ ગણી મોંઘી થઈ ચુકી છે. દેશમાં જમ્મુથી લઈને કન્યાકુમારી અને સુરતથી લઈને ગુવાહટી સુધી છૂટક બટાકા 27 થી 60, ડૂંગળી 19 થી 70 અને ટમેટાં 10 થી લઈને 100 રૂપિયા વચ્ચે વેચાઈ રહ્યાં છે.

ઈંદૌરમાં ડૂંગળીનો જથ્થાબંધ ભાવ 1500 રૂપિયા ક્વિંટલ એટલે કે 15 રૂપિયા કિલો વેચાયો. જ્યારે નાસિકમાં ડૂંગળી 2533 રૂપિયા ક્વિંટલ હતી. પટના, પૂર્ણિયા, દરભંગામાં જ્યાં ડુંગળી 3200 થી 3300 રૂપિયા ક્વિંટલ વેચાઈ તો લખનૌ, દિલ્હી, જયપુર, આગ્રામાં ડૂંગળીનો જથ્થા બંધ ભાવ 3160 થી 2200 વચ્ચે રહ્યો. જથ્થાબંધમાં સૌથી મોંઘી ડૂંગળી આઈઝોલ અને પોર્ટ બ્લેયરમાં 6000 રૂપિયા પ્રતિ ક્વિંટલ છે. જ્યારે સૌથી સસ્તી ઈંદૌરમાં 1500 રૂપિયા ક્વિંટલ છે.

બટાકાના જથ્થાબંધ ભાવની વાત કરવામાં આવે તો 05 ઓક્ટોબરે બટાકા 2000 થી લઈને 6000 રૂપિયા પ્રતિ ક્વિંટલ વેચાયા. દલ્દવાનીમાં બટેટાનો જથ્થાબંધ ભાવ જ્યાં 30 રૂપિયા પ્રતિ કિલો છે તો ઈંદૌરમાં માત્ર 21 રૂપિયા. આઈઝોલમાં બટાકા દેશભરમાં સૌથી મોંઘા 60 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. તે પણ જથ્થાબંધ માર્કેટમાં.