અહો આશ્ચર્યમ : શાકાહારી મગર, જાણો કેવીરીતે થઈ ઈશ્વર કૃપા ખુંખાર મગર પર
મગર (crocodile) શબ્દ સાંભળતા જ કે વાચતા જ આપણા માનસ પટ પર એક ખૂંખાર જળચર જીવનું ચિત્ર તરી આવે. એના મોટા મોટા રાક્ષી દાંત અને યમની ગુફા જેવું ખૂલેલું જડબુ જોઈ ને સારા સારા બહાદુરો ને પણ પરસેવો વળી જાય. સામાન્ય રીતે સમાચાર પત્રોમાં કે ટીવી ચેનલ માં મગરને લગતા સમાચાર આપે વાચ્યા જ હશે. જેમાં મગરે કોઈ ના કોઈ રીતે મહાવિનાશ સર્જ્યો હશે, આ સીવાય પણ discovery કે netional geography જેવી વાઇલ્ડ લાઇફ ચેનલો માં તમે મગર ને પોતાનાથી અનેક ગણા મોટા અને શક્તિશાળી જીવોનો શિકાર કરતા જોયા જ હશે. જેમ સિંહને જંગલનો રાજા માનવામાં આવે છે . તે જ રીતે જો મગરને પાણીનો રાજા કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. અને એક રીતે જોવા જઈએ તો મગરના મોઢામાં આવ્યા બાદ વનરાજ સિંહનું પણ બચવું મુશ્કેલ છે.
નમસ્કાર વાચક મિત્રો આજે હું તમને આવા જ એક મગરની વાત કરવા જઈ રહી છું, પરંતુ હું જે મગરની વાત કરવાની છું એ મગર દેખાવે તો ઉપરોક્ત પ્રમાણે ખૂંખાર જ છે. તેની પાસે જવામાં તો શું દૂરથી જોવામાં પણ શરીરમાં ડરથી કંપારી છુટી જાય. પણ જ્યારે એ મગરના ભોજન વિશે તમે જાણશો ત્યારે અચરજ પામ્યા વગર નહી રહો.
આ વાત છે કેરલના અનંતપુરમાં આવેલા ભગવાન શ્રી વિષ્ણુના મંદિરમાં રહેતા બબિયાં નામના મગરની. હવે તમને મન માં પ્રશ્ન થતો હશે કે મગરનું તે વળી કઈ નામ હોતું હશે.! પરંતુ સ્થાનિક લોકો દ્વારા આ મગર નું નામ બબીયાં રાખવાં આવ્યું છે..
મિત્રો આ બબીયા નામનો મગર પોતાની શીકારી વૃત્તિ છોડીને, પોતાની હિંસક પ્રકૃતિ વિરુદ્ધ જઈ માત્ર મંદિર માંથી આપવામાં આવતા પ્રસાદ પર નભી રહ્યો છે, સંપુર્ણ રીતે શાકાહાર અપનાવી આ મગર આખા વિશ્વનાં માંસાહારી જળચરોમાં અલગજ તરી આવે છે. અને વધું નવાઈ પમાડે એવી વાત તો એ છે કે આ મગર મંદીરમાં રહીને મંદીરની ચોકીદારી પણ કરે છે. મંદિરનાં પુજારીઓ અને પ્રશાશન દ્વારા બબીયાને પોતાનાં હાથેથીજ પ્રસાદ ખવડાવવામાં આવે છે. અને બબીયા ખુબજ શાંતિ પુર્વક કોઈને પણ કોઈ જાતની હાની પહોંચાડ્યા વગર પ્રસાદ આરોગે પણ છે. આજ દિન સુધી બબીયાએ મંદિર પ્રશાસન કે પછી દર્શનાર્થે આવેલા ભક્તને કોઈજ હાની નથી પહોંચાડી. જેના કારણે લોકો દુર દુરથી આ શાકાહારી મગરને જોવા માટે આવે છે. ખાસ કરીને જ્યારે આ મગર મંદીરમાં આવીને પ્રશાશકોનાં હાથે પ્રસાદ જમે તે દ્રશ્યો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, પણ કહેવાય છેને કે ઈશ્વર જે જીવને પોતાના શરણોમાં સ્થાન આપે અને જે જીવ ઈશ્વરમય બનીજાય પછી તે પોતાની પ્રકૃતિ બદલ્યા વગર નથી રહેતો એ પછી તે જીવ ખુંખાર માંસાહારી મગરજ કેમ ન હોય.
આ મગર સાથે એક લોકવાયકા પણ આ સ્થળ ની ચોતરફ વિખ્યાત છે, સ્થાનિક બુજુર્ગોના કહેવા અનુસાર આ વિસ્તારમાં વિલવામાંગાલાથું નામના એક વિષ્ણુ ભક્ત ઘણા સમય પહેલા થઈ ગયાં, જેઓ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તપસ્યામાં ત્યા સ્થિત ગુફામાં લીન થયા. તે સમયે પ્રભુને તેમની પરિક્ષા લેવાનું મન થયું, અને ભગવાન વિષ્ણુ સ્વયં એક નાના બાળકનું સ્વરુપ ધારણ કરી તેમની સાધનાં ભંગ કરવા પ્રગટ થયા, અને પ્રભુ અવનવી લીલા કરવા લાગ્યા, પહેલાતો વિલવામાંગાલાથું ને કશો ફરક ન પડ્યો, પણ કહેવાય છે ને કે જ્યારે ઈશ્વર સ્વયં કોઈની પરિક્ષા લેવા પર ઉતરી આવે ત્યારે ભલભલા તપેશ્રીઓનું તપ ભંગ થઈ જાય છે, અને આવુંજ અનંતપુરનાં હરિભક્ત વિલવામાંગાલાથું સાથે થયું, બાળ સ્વરુપ ભગવાન વિષ્ણુની ચંચળતા સામે તપેશ્રીનું તપ વધું લાંબો સમય ન ટકી શક્યૂં. અને તેમના તપોભંગથી વિલવામાંગાલાથું અત્યંત ક્રોધમાં આવી ગયા અને તેમણે બાળ સ્વરુપ ભગવાન વિષ્ણુને ધક્કો માર્યો, અને ભગવાન તેજ ક્ષણે અંતર્ધયાન થઈ ગયા. જ્યારે તપસ્વીને સમગ્ર ઘટનાના સત્યની જાણ થઈ ત્યારે ખુબ મોડું થઈ ચુક્યું હતું, અને તેમણે અનંત કાળ સુધી તે તપોભૂમિ પર રહી આ લેખ અને મંદીરના રક્ષણ કરવાનું પ્રણ લીધું, અને તેઓજ આ મગર સ્વરુપે આ સ્થાન પર, તે સમયથી મંદિર અને આલેખની રક્ષા કરે છે.
આ મગર વિશે મંદિર પ્રશાસન નું કહેવું છે કે પાછલા 151 વર્ષથી આ મગર અહીં જ રહે છે.આ તળાવમાં એક વારમાં એક જ મગર દેખાય છે અને એક મગર ના મૃત્યુ પછી બીજો મગર અચાનકથીજ આપોઆપ આવી જાય છે. મંદિરના પ્રશાસન મુજબ મગરનો ખાવાનો સમય પણ નિયુક્ત કરવામાં આવેલો છે. બપોર ની પૂજા બાદ મગર ભાત અને ગોળ માંથી બનેલો પ્રસાદ ગ્રહણ કરે છે.
આ મગર માણસોને તો નહીંજ પરંતુ તળાવના માછલાંને પણ કશું જ નુકસાન પહોંચાડ્યા વગર બસ આવી જ રીતે અવિરતપણે મંદિરનું રક્ષણ કરે છે. તે મંદિરના પરિસરમાં તથા લેખમાં ફરતો રહે છે અને ચોકીદારી કરતો રહે છે.
લોકો દ્વારા એવી વાત પણ કરવામાં આવે છે કે આ મગર ભગવાનનો ભક્ત છે તથા તે ભગવાનના મંદિર નો રખેવાળ પણ છે. બાબિયા પોતાની હિંસક પ્રકૃતિથી તદ્દન વિરુદ્ધ માંસાહાર નું ત્યાગ કરી શુદ્ધ અને સાત્વિક જીવન વ્યતીત કરે છે તે સંપુર્ણ શાકાહારી છે.
મિત્રો ઈશ્વરની લીલા ખૂબજ ન્યારી હોય છે, વાલિયા લુંટારામાંથી ઋષિ વાલ્મિકી હોય કે પછી માંસના ભક્ષણ કરતા ખુંખાર જળચર મગર માંથી ભક્ત બબીયા, મનુષ્ય અને જીવ માત્રને ભગવાન પોતાનામય બનાવી દે છે, આવા ચમત્કાર માત્ર આપણી ભારત ભૂમિ પરજ શક્ય છે, અને માં ભારતીનાં ખોળે જન્મ લેવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું એ આપણા માટે ખૂબજ સૌભાગ્યની વાત છે.
અને હા આપ પણ જો ક્યારેક કેરળ તરફનાં પ્રવાસે જાઓ તો અનંતપુરના આ વિષ્ણુ ધામ અને બબીયા મગરનાં દર્શનનો લાહવો લેવાનું ચુકતા નહીં.
તો ફરી મળીશું આપણી પુણ્ય ભારત ભુમીનાં આવાજ કોઈ ચમત્કારી ધામ અને તેને લગતા અચરજ પમાડે તેવા ઉજળા ઈતીહાસ સાથે,
ત્યા સુધી મારી કલમથી આપ સૌને ઓમ નમો ભગવતે વાસુદેવાય