વેરાવળ તાલુકાના 25 હજાર ગરીબ પરીવારોને મળશે વિનામુલ્યે વિમા સુરક્ષા કવચ...
પ્રઘાનમંત્રી મોદીના જન્મદિનની અનોખી ઉજવણી કરવા ગરીબ લોકોને વિમા કવચ અાપવાનો તાલુકા ભાજપ પ્રમુખનો નિર્ઘાર કર્યો...વેરાવળ તાલુકા ભાજપ દ્વારા સેવા સપ્તાહ સાથે ઉજવણી કરવાનું નકકી કરાયેલ છે. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ તાલુકાના 25 હજાર ગરીબ વર્ગના પરીવારોને વિનામૂલ્યે વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરી છે.
આગામી તા 17 સપ્ટેમ્બરના પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસને લઇ જીલ્લા ભાજપ પરિવાર દ્વારા સ્વછતા, વૃક્ષારોપણ, જરૂરીયાતમંદ ગરીબોને અનાજ, વિકલાંગ સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો સાથે સેવા સપ્તાહનું આયોજન કરેલ છે. જે અંતર્ગત તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ તાલુકામાં વસતા 25 હજાર પરીવારોને વિનામુલ્યે વિમા સુરક્ષા કવચ પુરું પાડવા નિર્ધાર કર્યાની જાહેરાત કરી છે. આ લાભ અાપવા માટે તાલુકા ભાજપના કાર્યકરો ગામડે ગામડે જઈ ગરીબ પરીવારોના મુખ્યાના વિમા યોજનાના ફોર્મ જ ભરી આપી લાભ અપાવશે. અા વિમા પોલીસમાં ભરવાની થતી પ્રિમિયમની તમામ રકમનો ખર્ચ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ સોલંકી જ ઉઠાવશે. તેમણે જણાવેલ કે, તાલુકાના 25 હજાર પરીવારોને વીમા સુરક્ષા કવચમાં કોઈ જ્ઞાતિ-જાતિ કે પક્ષ જોયા વગર કામગીરી હાથ ધરી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરીશું.
વિશેષ માં જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારએ જણાવેલ કે, સમગ્ર જીલ્લામાં સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ઉપરાંત વડાપ્રઘાનના જન્મદિને દીર્ઘઆયુષ માટે તા.17 ના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ માર્કંડેય પૂજા પણ કરવામાં આવશે. અા સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ તાલુકાના ડારી મુકામે યોજાયેલ હતો. જેમાં જી.પં.ના પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, મંત્રી માનસિંગ પરમાર, ગીરીશ ભજગોતર, રમેશભાઈ કેશવાલા, હરેશ સોલંકી સહિત આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.