ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કોરોના રિપોર્ટ શુ આવ્યો જાણો...
ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડૂ રુટીન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યુ છે. તેમને હોમ ક્વોરિન્ટિન કરવામાં આવ્યા છે. 71 વર્ષિય નાયડૂના પત્ની ઉષા નાયડૂનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ સેલ્ફ આઈસોલેશનમાં છે.દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 61 લાખ 43 હજાર 19 થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 668 દર્દીઓ વધ્યા છે. જ્યારે 85 હજાર 194 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
- દેશમાં સોમવારે 775 દર્દીઓના મોત, તેની સાથે અત્યાર સુધીમાં 96 હજાર 351 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે
- મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 11 હજાર 921 દર્દીઓ વધ્યા અને 19 હજાર 932 લોકો સ્વસ્થ થયા
આ દરમિયાન ભોપાલમાં સીરો સર્વેમાં કોરોનાને લઈને હેરાન કરનારી વાત પ્રકાશમાં આવી છે. અહીં દર 100 લોકોમાંથી 18 વ્યક્તિઓ એવા છે, જે કોરોના સંક્રમિત થયા પછી પણ સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેમને પોતાને સંક્રમિત થયા હોવાની વાતનો ખ્યાલ પણ નથી.
મુંબઈ જિલ્લામાં દર્દીઓની સંખ્યા 2 લાખથી વધુ થઈ ગઈ છે. સોમવારે 2044 દર્દીઓ મળ્યા છે. તેની સાથે મુંબઈ જિલ્લો એવો ચોથો જિલ્લો બની ગયો છે, જ્યાં દર્દીઓની સંખ્યા 2 લાખથી વધુ છે. મૃત્યુ દર સૌથી વધુ 4.4 ટકા છે.
કોરોના અપડેટ્સ
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે પોતાના આંકડાઓ જાહેર કર્યા છે. તે મુજબ, છેલ્લા 24 કલાકમાં 70 હજાર 589 નવા દર્દીઓ મળ્યા અને 776 લોકોના મોત થયા છે. તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 61 લાખ હજાર 45 હજાર 292 થઈ છે. જ્યારે 9 લાખ 47 હજાર 576 એક્ટિવ કેસ અને 51 લાખ એક હજાર 398 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 96 હજાર 318 લોકોએ જીવ ગુમાવ્યો છે.
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે સોમવારે દેશમાં 7 લાખ 31 હજાર 10 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેની સાથે જ દેશમાં અત્યાર સુધીમાં 11 કરોડ 42 લાખ 811 સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે.