સિંહ પરિવારની પજવણી અંગેનો વિડીયો વાઈરલ - ગીર બોર્ડર આસપાસનો વિડીયો હોવાનું અનુમાન.
હાલ વન્ય જીવ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમુક લોકો સિંહ પરિવારની નજીક જઈ તેના ફોટા પાડી પજવણી કરતા હોવાનો વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થયો છે.
૨ ઓકટો.થી વનતંત્ર દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ગીર બોર્ડર આસપાસના વિસ્તારમાં અમુક લોકોએ શાંતીથી બેસેલા સિંહ- સિંહણ તથા બેના બચ્ચાની નજીક જઈ ફોટા પાડી તેની પજવણી કરી હતી. આ લોકોની આ હરકતથી સિંહણ ગુસ્સે થઈ હઈ હતી. હાલ સિંહ પરિવારના નજીકથી ફોટા પાડી તેની પજવણી કર્યા અંગેનો વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થયો છે. ત્યારે વનતંત્ર દ્વારા શું કાર્યવાહી થાય એ તે જોવાનું રહેશે.