વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ આટલા કરોડમાં વેચાયું, જાણીને થઈ જશો ચકિત
કિંગફિશર હાઉસ જે વિજય માલ્યાની કંપની કિંગફિશરનું મુખ્ય મથક રહેલું હતું તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેને અનેક પ્રયત્નો વેંચી દેવામાં આવ્યું છે. તેને હૈદરાબાદમાં આવેલ ખાનગી ડેવલપર સેટર્ન રિયલ્ટર્સ દ્વારા 52 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યું છે. આ અગાઉ પણ વિજય માલ્યાના લેણદારોએ કિંગફિશર હાઉસ વેચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લીલામીમા રિઝર્વ પ્રાઈસ ઊંચી રાખવાને કારણે તેનો સોદો થઈ શક્યો નહોતો.
તેમ છતાં વિજય માલ્યાની મિલકતોની હરાજી માટે ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. માલ્યાની મિલકતોનું બેંકો દ્વારા જે મૂલ્યાંકન કરાઈ રહ્યું છે તે કિંમતે કોઈ મિલકત ખરીદવામાં તૈયાર થઈ રહ્યું નથી. કિંગફિશર હાઉસ પ્રોપર્ટીની હરાજી આઠ વખત કરવામાં આવી હતી પરંતુ તે નિષ્ફળ રહી હતી. માર્ચ 2016 માં બેંકો દ્વારા આ બિલ્ડિંગની રિઝર્વ પ્રાઈસ 150 કરોડ રુપિયા રાખવામાં આવી હતી. આ કારણોસર આ ઇમારતનું અત્યાર સુધી વેચાણ થઈ શક્યું નહોતું.
જ્યારે આ બિલ્ડિંગમાં બેઝમેન્ટ, એક ગ્રાઉન્ડ ફ્લોર, એક અપર ગ્રાઉન્ડ ફ્લોર અને એક અપર ફ્લોર પણ રહેલ છે. આ ઇમારતનો સમગ્ર વિસ્તાર આશરે 1586 ચોરસ મીટરનો રહેલો છે. જેને 2,402 ચોરસ મીટરના પ્લોટ પર બાંધવામાં આવ્યું છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મુજબ બેંકોએ તેની યોગ્ય કિંમત રાખી નહોતી. આ બિલ્ડિંગ મુંબઈ એરપોર્ટની બહારની હદમાં આવેલ છે જેના કારણે તેના વિકાસ માટે વધુ અવકાશ જોવા મળી રહ્યા નથી.
વિજય માલ્યા દ્વારા કિંગફિશર એરલાઇન્સની સેવાઓ ચાલુ રાખવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય બેંકો પાસેથી અંદાજે 9,990 રુપિયાની લોન લેવામાં આવી હતી. જ્યારે કંપનીની ખરાબ હાલતના કારણે માલ્યા બેન્કોને નાણાં પરત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. માલ્યાની કિંગફિશર એરલાઈન્સ 2012 માં બંધ પણ થઈ ગઈ હતી. આ વર્ષે જુલાઈમાં લંડન હાઈકોર્ટ દ્વારા વિજય માલ્યાને નાદાર જાહેર કરવામાં આવ્યા હતા અને હવે વિજય માલ્યાને ભારત પરત લાવવાનો રસ્તો સાફ થતો જોવા મળી રહ્યો છે.