મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અમદાવાદમાં વિકાસ કાર્યોનું ઈ ખાતમુહર્ત કરવામાં આવ્યું..
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જેના લીધે ક્યાંકને ક્યાંક હજી સુઘી જાણ જીવન સામાન્ય બન્યું નથી. જેના કારણે હવે સરકારના તમામ કાર્યક્રમો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી રહ્યા છે જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ કોરોના વાયરસનો કોઈ ખતરો ન રહે.
ત્યારે આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ₹ 256 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ , ₹ 760 કરોડના વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1184 આવાસોનો ડ્રો કાર્યક્રમ યોજ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ જોડાયા હતા.