રાનુ મંડલ બાદ હવે વાયરલ થઇ રહ્યા છે સની બાબા, અંગ્રેજીમાં ગાય છે અને ભીખ માંગે છે
આજકાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ઘણો ફરી રહ્યો છે, વિડીયો પટણાના એક ભિખારીનો છે. વંદન જયરાજને બે મિનીટ ૨૦ સેકન્ડનો આ વિડીયો શેર કર્યો છે. અન્ય લોકો પણ ટ્વીટ, રીટ્વીટ અને શેર કરી રહ્યા છે. વિડીયોમાં ચાદર ઓઢેલો વ્યક્તિ અંગ્રેજીમાં વાત કરતો જોવા મળે છે. અંગ્રેજી ગીત ગાય છે. હવે તેવામાં સોશિયલ મીડિયા કેમ કઈ ચર્ચા ના કરે.
વિડીયો શૂટ કરનાર વ્યક્તિ પૂછે છે- So what do you do for your day to day life? એટલે કે તમારું ગુજરાન ચલાવવા માટે શું કરો છો? સની બાબા જવાબ આપે છે- I beg (હું ભીખ માંગુ છું.) ત્યારબાદ વ્યક્તિ પૂછે છે કે તમે લાંચ અને ડીનરમાં શું ખાઓ છો. સની બાબા કહે છે- Whatever the almighty gives me, I am happy with that (જે પણ ભગવાન મને આપે છે, હું એટલામાં ખુશ છું.) વધુમાં તેઓ જણાવે છે કે તેઓ સિંગર અને ડાન્સર છે. તેમનું નામ સની બાબા હોવાનું જણાવે છે. તેની સાથે જ તેઓ કહે છે કે તેમને નવા ગીતો નથી આવડતા. એટલે ૬૦ ના દસકાના ફેમસ સિંગર જીમ રીવ્સ Jim Reeves નું એક ગીત સંભળાવે છે. He'll Have to Go.
This man, a beggar from Patna sings Jim Reeves "He'll have to go".
— Vandana (@VandanaJayrajan) April 20, 2020
Priceless ❤️ pic.twitter.com/lJdoRjrxMa
ભિખારીનું ઈંગ્લીશ સવાલ પૂછનાર કરતા પણ સારું છે. સારા અંગ્રેજી માટે તેઓ ભિખારી જોડેથ ક્લાસ પણ લઇ શકે છે. સોશિયલ મીડિયા યુઝર સની બાબાની અમેરિકન એક્સેન્ટ સાથેનું અંગ્રેજી સાંભળીને ચોંકી ઉઠ્યા છે. તેમજ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર કહે છે કે સની બાબા ઈન્ટરવ્યું લેનારાઓ કરતા પણ સારું અંગ્રેજી બોલે છે તો કેટલાક કહી રહ્યા છે કે લોકોએ બાબાની મદદ માટે આગળ આવવું જોઈએ. કેટલાકનું કહેવું છે કે તેમની ભીખ માંગવા પાછળની કોઈ કહાની હશે, વાત જે પણ હોય, તેઓ ઘણું સારું ગાય છે. કેટલાક યુઝર કહે છે કે એવું લાગી રહ્યું છે કે સની બાબા કેરેબિયન કે આફ્રિકન છે.