વિરાટ કોહલીને આક્રમકતાને લઈને માઈકલ વોને આપ્યું મોટું નિવેદન
વિરાટ કોહલી વલણ મેદાન પર આક્રમક રહે છે અને ચાહકોને પણ તેમની આક્રમકતા પસંદ આવે છે. ઘણી વખત મેદાન પર અન્ય ખેલાડીઓની સાથે થનારી સ્લેજિંગના સમય વિરાટ કોહલીનો સંપૂર્ણ સપોર્ટ રહે છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી માઈકલ વોને જણાવ્યું છે કે, વિરાટ કોહલી ઘણી વખત ચાલી રહેલા ટેન્શનને પોતાના પર લઇ લે છે.
માઈકલ વોને એક નામી ચેનલથી વાતચીત કરતા તેમને જણાવ્યું છે કે, ક્યારેક વિરાટ કોહલી પોતાના પર તણાવ લાવે છે, તમે જાણો છો કે, તેમને પોતાની જાત પર સ્પોટલાઈટ પસંદ છે, તેમને અત્યારે રન મળી રહ્યા નથી, એટલા માટે વિરાટ કોહલી જે રીતે કામ કરે છે અને ટીમને આગળ વધારે છે, તેના કારણે સ્પોટલાઈટ હજુ પણ વિરાટ કોહલી પર છે.
ભૂતપૂર્વ ઈંગ્લીશ કેપ્ટને એ પણ જણાવ્યું છે કે, મને લાગે છે કે, લોર્ડ્સ ટેસ્ટના અંતિમ દિવસે તેમની ફિલ્ડરોને સ્પીચ આપ્યા બાદ તે ૬૦ ઓવરને તેમને નરક બનાવી દીધી હતી. ઇંગ્લેન્ડની ટીમની પાછળ પડીને તેમને કોઈ તક આપી નહોતી. તેમનો મેસેજ છે કે, ઇંગ્લેન્ડની ટીમની સામે હસવાનું નથી, પરંતુ મેદાનથી બહાર જઈને તમે હાથ મિલાવી શકો છો.
ઉલ્લેખનીય છે કે, લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ ખેલાડીઓની વચ્ચે ઘણો હંગામો જોવા મળ્યો હતો. જોવાની એ રહેશે કે, હેડીગ્લે ટેસ્ટ મેચમાં મેદાન પર બંને ટીમોના ખેલાડીઓની વર્તાવ કેવો રહેશે. જેમ્સ એન્ડરસણ અને જસપ્રીત બુમરાહની વચ્ચે મેદાન પર સ્લેજિંગ જોવા મળી હતી. વિરાટ કોહલી તરફથી પણ કંઇક એવું જ જોવા મળ્યું હતું. તેમ તેમ છતાં સ્લેજિંગ ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર ભારે પડ્યું હતું અને બુમરાહ-શમીની વચ્ચે અણનમભાગીદારી થઈ હતી. બંનેએ મળીને ૮૯ રનની અણનમ ભાગેદારી કરતા ઇંગ્લેન્ડ તરફ જઈ રહેલી મેચને ભારતની તરફેણમાં કરી નાખી હતી.