બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વિરાટ કોહલી-ઋષભ પંતના ખાસ મિત્રે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આજે સુપરસ્ટાર છે. તે જ્યારે ક્રીઝ પર ઉતરે છે તો લોકો તેમની બેટિંગ જોવા માટે બધા કામ છોડી દે કે. ઋષભ પંત પણ વર્લ્ડ ક્રિકેટનું મોટું નામ થઈ ગયું છે. પરંતુ તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને ઋષભ પંતના જીગરી મિત્રે માત્ર ૩૦ વર્ષની ઉમરમાં નિવૃત્તિ લઇ લીધી છે. જ્યારે આ વાત દિલ્લીના રણજી ક્રિકેટર મનન શર્માની જેમને આજે નિવૃતિની જાહેરાત કરી દીધી છે. 

મનન શર્મા એક મિડલ ઓર્ડર બેટ્સમેન હોવાની સાથે-સાથે શાનદાર ડાબા હાથના સ્પિનર પણ છે. આ ઓલરાઉન્ડરે વર્ષ ૨૦૧૦ માં ભારત માટે અન્ડર-૧૯ વર્લ્ડ કપ રમ્યો જેમાં લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ અને જયદેવ ઉનડકટ પણ સામેલ હતા.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ અશોક શર્માના પુત્ર મનન શર્માએ ૩૫ ફર્સ્ટ કલાસ મેચમાં ૨૭.૪૫ ની એવરજથી ૧૨૦૮ રન બનાવ્યા, જેમાં તેમના બેટથી ૧ સદી અને ૮ અડધીસદી ફટકારી હતી. લીસ્ટ એમાં મનન શર્માએ એક અડધી સદીની મદદથી ૫૬૦ રન બનાવ્યા હતા. જ્યારે બોલથી તેમને ૧૧૩ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ લીધી અને લીસ્ટ માં તેમને ૭૮ વિકેટ પણ લીધી હતી. મનન શર્માએ ૨૬ ટી-૨૦ મેચમાં ૩૨ વિકેટ લીધી અને તેમનો ઈકોનોમી રેટમાત્ર ૬.૦૭ હતો. 

મનન શર્મા એક ઉપયોગી ક્રિકેટર હતા અને આઈપીએલમાં તેમને કેકેઆરે વર્ષ ૨૦૧૬ માં ૧૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીધ્યા હતા પરંતુ તેમને ડેબ્યુ કરવાની તક મળી નહોતી. મનન શર્માએ વર્ષ ૨૦૧૭ માં અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને ૨૦૧૯ માં તે છેલ્લી લીસ્ટ એ મેચ રમી હતી. ત્યાર બાદ તેમને દિલ્લીની ટીમમાં પણ તક મળી નહોતી. આ કારણ છે કે, હવે મનન શર્માએ માત્ર ૩૦ વર્ષની ઉમરમાં નિવૃત્તિ લઇ લીધી છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ મનન શર્મા ભારત છોડી કેલીફોર્નીયા સ્થાયી થવાના છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે, મનન શર્મા પણ સ્મિત પતે, ઉન્મુક્ત ચંદની જેમ અમેરિકી ક્રિકેટ લીગથી જોડાઈ શકે છે. તેમ છતાં તેને લઈને હજુ કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

મનન શર્માએ વિરાટ કોહલી અને ઋષભ પંતની સાથે સમય પસાર કર્યો છે. મનન શર્મા આ બંને ખેલાડીઓની સાથે ફરવા પણ જતા હતા અને મેદાનમાં સાથે રમતા હતા. તેના સિવાય શિખર ધવન, ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં પણ મનન શર્માએ દિલ્લી ક્રિકેટની સેવા કરી છે.