રાશિ ફળ 27 ફેબ્રુઆરી : કન્યા રાશી નાં જાતકોમાં આવશે આર્થિક ઉતાર-ચઢાવ, વાંચો કોની મુશ્કેલીઓનો થશે અંત
@JYESHHTHIKA
માઘ શુક્લ પક્ષની ઉદયા તિથી પૂર્ણિમા અને દિવસ શનિવાર છે. પૂર્ણિમા તિથી બપોરે 1વાગીને 47 મિનિટ સુધી રહેશે.ત્યારબાદ ફાલ્ગુન કૃષ્ણપક્ષની પ્રતિપદા તિથી બેસસે.તેની સાથેજ સાંજે 7 વાગીને 37 મિનિટ સુધી સુકર્મા યોગ રહેશે. તદઉપરાંત બપોરે 11 વાગીને 18 મિનિટ સુધી મઘા નક્ષત્ર રહેશે. ત્યારબાદ પૂર્વફાલ્ગુની નક્ષત્ર લાગશે. જાણો આપની રાશી અનુસાર કેવો રહેશે આપનો આજનો દિવસ.
મેષ રાશી
આ રાશીના જાતકોનો આજનો દિવસ સામાન્ય રહેશે. આપના તમામ કાર્યો આપની મન-મરજી મુજબ પુર્ણ થઈ શકસે. સામાજીક પ્રવાસ થઈ શકે. પોતાની વાત મનાવવા કોઈપર દબાણ કરતા ટાળવું, કેટલાક સાથીઓ સાથે મનદુખ થવાની સંભાવનાઓ છે. વધું પડતા ખર્ચ કર ન થાય તેની કાળજી રાખવી. પારિવારીક સબંધો ગાઢ થશે.
વૃષભ રાશી
આ રાશીનાં જાતકોનો દિવસ ઉત્તમ રહેશે. કરીયર સંબંધિત નવા અવસરો પ્રાપ્ત થશે. આર્થિક બાબતે ઉપરી અધીકારી સાથે વિચારણાઓ થવાની સંભાવનાઓ છે. જુની કાર્ય યોજનાઓમા ફેરબદલ કરી શકો.આજે આપ કોઈ નવા પગલા ભરી શકો જે આપના માટે ફાયદાકારક નિવડી શકે. ઘર ખરીદવા માટે આપનો આજનો દિવસ ઉત્તમ છે. દાંપત્ય જીવનમાં મધુરતા બની રહેશે. સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે.
મિથુન રાશી
આ રાશીના જાતકો આજે કરીયર આગળ વધારવા માટે વિચારી શકશે. કોઈ પણ અડચણ આપને આગળ વધતા રોકી નહીં શકે. ઓફિસમાં મળેલા પ્રોજેક્ટ પર નવા વિચારો આવી શકે. મિત્રો દ્વારા કોઈ શુભ સમાચાર મળવાની સંભાવનાઓ છે. આજે કોઈ નવી જવાબદારીઓ આપ ના પર આવી શકે, જેને પુર્ણ કરવામાં આપ સફળ થશો. ભૂતકાળમાં કરેલા સદકર્મોનું ફળ આજે આપને મળી શકે.
કર્ક રાશી
આ રાશીનાં જાતકોમાં મેડીકલ ક્ષેત્રમાં કાર્યરત લોકોને આજે સફળતા મળી શકે.કાપડ નાં કારોબારીઓને લાભ થવાનાં યોગ છે. આપ પોતાની તાકાત અને પ્રતિષ્ઠા થી ઓળખાશો. કોઈ સમારોહમાં જવાના યોગ છે.વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ બાકી દિવસોની અપેક્ષાએ ઉત્તમ રહેશે. આપના જીવનસાથી આપની ઈમાનદારીથી પ્રભાવિત થશે. દાંપત્ય જીવનની નાની નાની બાબતો ધ્યાનમાં લઈ તકરારમાં ઉતરવાથી બચવું.
સિંહ રાશી
આ રાશીના જાતકનું મન આજે સામાજીક કાર્યો તરફ ઢળેલું રહેશે. તમે કોઈ નવી સંસ્થા સાથે જોડાઈ શકો.ધનની સ્થિરતા પર ગંભિરતાથી વિચાર કરશો. જો આપ રાજનૈતિક ક્ષેત્રમાં છો તો સમાજમાં આપનું માન સન્માન વધશે. શિક્ષા ક્ષેત્રમાં જોડાયેલા વિદ્યાર્થીઓને સારું પરિણામ મળી શકે. આજે કોઈ ધાર્મિક આયોજનમાં જવાની પરિયોજના બને, સ્વાસ્થ્ય બાબતે તાજગી અનુભવશો.
કન્યા રાશી
આ રાશીના જાતકોને કોઈ કાર્યાર્થે વધું ભાગ દોડ કરવી પડી શકે. કોઈ અજાણ્યા વ્યક્તિનાં કારણે કદાચ મન ઉદાસ થાય. મિત્રો સાથે યાત્રાનાં યોગ છે. આર્થિક પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવ જોવા મળે. ધન લાભ માટે નવા સ્ત્રોત મળી શકે, પરંતુ પૈસાની લેણદેણથી બચવું. કારોબારમાં ઉન્નતી થશે. જીવનસાથી સાથે સબંધો વધું ગાઢ થશે.
તુલા રાશી
આ રાશીનાં જાતકોનાં ઘરમાં આજે ખુશી નો માહોલ બન્યો રહેશે. મહેમાનોની અવરજવર ચાલું રહેશે. બીજાઓને મદદરુપ થવાના અવસર પ્રાપ્ત થશે,જેને બીલકુલ ન ગુમાવવા. વિદ્યાર્થીઓને સકારાત્મક પરિણામો મળી શકે. સહપાઠીઓ સાથે સુમેળ ભર્યા સબંધો રહેશે. પ્રેમી યુગલો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે.પરેશાનીઓ દુર કરવા કોશીશ કરતું રહેવું.
વૃશ્ચિક રાશી
આ રાશીનાં જાતકોને કરિયરમાં આગળ વધવા ઘણા અવસરો મળશે. કલા ક્ષેત્રમાં સંકળાયેલા લોકોને માન પ્રતિષ્ઠા મળે.આપની અંદર આત્મવિશ્વાસ વધે. ધન લાભનાં યોગ પ્રબળ છે. પારિવારીક સમસ્યાઓને લઈને થોડા ચિંતીત થશો, પરંતુ જીવનસાથીના સહયોગથી બધું સુમેળે પાર પડશે. દાંપત્ય જીવનમાં સમજદારી દાખવવી ઉત્તમ રહેશે. સ્વાસ્થ્ય બાબતે ઉર્જાવાન મહેસુસ કરશો.
ધન રાશી
આ રાશીનાં જાતકોના વિરોધીઓ આજે કાર્યમાં વિઘ્ન લાવી શકે, જેના કારણે આપની પરેશાનીઓ થોડી વધી શકે. અજાણ્યા વ્યક્તિ પર તુરંત ભરોસો ન મુકવો. વ્યવસાયમાં રોકેલું ધન ફાયદાકારક નિવડી શકે. પરિવાર સાથે સુમેળ ભર્યું વાતાવરણ બન્યું રહે, સાથેજ કોઈ નવી પારિવારિક પરિયોજનાઓ બને. પ્રેમી યુગલો આજે નાની નાની તકરારોથી બચે, નાહક વાતો પર ક્રોધ કરવાનું ટાળવું સંયમથી કામ લેવું.
મકર રાશી
આ રાશીના જાતકોની સમજદારી તેમને તમામ પ્રકારની મૂસીબતોથી બચાવશે.પારિવારીક કાર્યથી ભાગ દોડ રહેશે, જેના કારણે થાક મહેસુસ કરશો. સંતાન સુખ પ્રાપ્ત થવાના પ્રબળ યોગ છે. ઘરથી દુર રહેતા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે. કારોબારીઓને મોટો ફાયદો થઈ શકે. નવી કાર્યશૈલી અપનાવાથી બચવું. તમામ પરેશાનીઓ દુર થતી જણાય.
કુંભ રાશી
આ રાશીના જાતકો પોતાની ઉર્જા સારા કાર્યોમા લગાવી શકે. સમયસર કાર્ય પુર્ણ કરવાથી આપનું સન્માન વધે. વિચારીને ભરેલા પગલાથી કરીયરમાં બદલાવ લાવી શકો. બીજાનાઓની વાત ગંભીરતાથી લેશો. સફળતાના ઘણા દ્વાર ખુલે. સહકર્મચારીથી લાભ થાય. ઘરમાં મંગળ કાર્ય થવાની સંભાવના છે. ઘરમાં હર્ષોલ્લાસ છવાય.
મીન રાશી
આ રાશીનાં જાતકોનો આત્મવિશ્વાસ જોઈ ઉપરી અધીકારી પ્રસન્ન થાય. જો કોઈ નવું કાર્ય શરુ કરવાનાં વિચારમાં હોવ, તો આગળ જતા ફાયદો થાય.આકસ્મિક ધનલાભ નાં યોગ છે, જેના કારણે મન પ્રસન્નતા અનુભવે. વ્યાપારમાં કોઈ અનુભવી લોકોથી મુલાકાત થાય. તમામ કાર્યો આપને અનુરૂપ થાય. પ્રેમી યુગલો માટે પ્રવાસનાં યોગ છે.