ફરી ઉમિયાધામ એ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, વિશ્વ ઉમિયાધામની જવારા યાત્રાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
જવારા યાત્રાએ વર્લ્ડ રેકોર્ડ સર્જયો
જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે. આ શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની ૧૧,૧૧૧ બહેનોએ જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.
વિશ્વ ઉમિયાધામમાં યોજાઈ હતી યાત્રા
સમગ્ર અમદાવાદના ૪૮ વિસ્તારોમાંથી આવેલી ૨૦ હજારથી વધુ બહેનો જવાર યાત્રા ભાગ લીધો હતો. જવારા યાત્રામાં પધારવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૩૧ AMTS બસ દ્વારા બહેનો વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પધારી હતી.
11,111 બહેનોએ સર્જયો વર્લ્ડ રેકોર્ડ
જેમાંથી ૧૧,૧૧૧ બહેનોએ જગત જનની મા ઉમિયાની ઉપાસના ભાગ રુપે જવારા યાત્રા કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આ જવારા યાત્રા સાથે વિશ્વભરમાં ભ્રમણ કરી આવનાર ભગીરથી મા ગંગાના ૧૦૮ કળશની યાત્રા પણ સાથે જ નિકળી હતી.