ચલણ ફાટવાની ઘટના સમાચાર બની તેનું વિવેકને દુઃખ, કહ્યું મારી 16 કરોડની.
થોડા સમય પહેલા બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે હેલ્મેટ અને માસ્ક વગર બાઈક ચલાવતા જોવા મળ્યા હતા.
આ રીતે બાઈક ચલાવવું તેમને મોંઘુ પડી ગયું હતું અને મુંબઈ પોલીસે આ મામલે કાર્યવાહી કરીને ચલણ કાપ્યું હતું. આ વિવાદને લઈ વિવેકે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ ઘટના નેશનલ ન્યૂઝ બની તેને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે.
વિવેકના કહેવા પ્રમાણે બધાએ ચલણ ફાટવા જેવી નાની ઘટનાને મુદ્દો બનાવી દીધો પરંતુ તે કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાથે પણ બની શકે છે. મેં તે મુદ્દાને મજાકમાં ટાળવા પ્રયત્ન કર્યો હતો પરંતુ એવું નથી કે મને તે વાતથી ફરક નથી પડ્યો.
વિવેકે જણાવ્યું કે, તે સમયે જ તેણે ખેડૂત પરિવારના બાળકો માટે 16 કરોડ રૂપિયાની સ્કોલરશિપની જાહેરાત કરી હતી. તેનાથી અનેક લોકોની જિંદગી બદલાઈ શકશે પરંતુ તેના પર કોઈ ધ્યાન ન અપાયું અને મેમોવાળી ઘટના નેશનલ સમાચાર બની ગઈ.