બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજાશાહીમાં ટ્રામ્વેની સુવિધા, લોકશાહીમાં સિટીબસની માંગ..

વઢવાણ- સુરેન્દ્રનગર વચ્ચે દોડતી હતી ગુજરાતની અંતિમ ટ્રામ્વે
આઝાદી પહેલા વઢવાણ ભોગાવા નદી કાંઠે બ્રિટીશોએ વઢવાણ કેમ્પ સ્થાપીને વેપાર-ઉદ્યોગ વિકસાવ્યા હતાં. પરંતુ ગામડાની જનતાને કામકાજ અર્થે ચાલીને જવુ પડતુ હોવાથી ડી.એમ.જાનીએ રાજયની મંજૂરી મેળવી સર્વ પ્રથમ નેરોગેજ પાટા પર દોડે તેવી ટ્રામ શરૂ કરી હતી. બાદ વઢવાણનાં રાજવી જોરાવરસિંહે વઢવાણથી કેમ્પ સુધી યાંત્રિક ટ્રામ ચલાવવા જાહેર ખબર દ્વારા નિમંત્રણ આપ્યું હતું. આથી વઢવાણનાં મોહનલાલ દવેએ વઢવાણ રાજવીને મળી ટ્રામ માટેની દરખાસ્ત મૂકી હતી.

જે તે સમયમાં વઢવાણથી કેમ્પ સુધી દોડતી ટ્રામમાં ટિકિટનો દર એક પૈસો હતો.
1930માં વઢવાણ અને કેમ્પ વચ્ચે યાંત્રિક ટ્રામ ચલાવવા લીઝ આપી હતી. મોહનલાલ દવેનાં પુત્ર ત્રંબકભાઈ દવેએ શિયાવાડાના ખાસ મિત્ર મિકેનીક મિસ્ત્રીને સાથે રાખી વઢવાણ ધોળીપોળ પુલથી કેમ્પ તરફ વઢવાણની હદ પુરી થાય ત્યાં સુધી મીટરગેજનાં પાટા નાંખ્યા હતાં. 1931ના શ્રાધ્ધપક્ષમાં વઢવાણના રાજવીનું સોનાના ફૂલથી સન્માન કરી, ચાંદીની ટ્રામની પ્રતિકૃતિ ધરી એમના હસ્તે ઉદ્દઘાટન કરાવ્યું હતું. ટ્રામનું નામ ભારત ટ્રામવે કુાં. અપાયુ હતું. ઇ.સ.1970માં અતિવૃષ્ટનાં કોપના કારણે ભોગાવા નદીમાં પૂર આવતા પુલ પરના ટ્રામનાં પાટા ઉખડી ગયા, બે ડબ્બાઓ દૂર દૂર સુધી તણાયા હતાં. 1931માં શરૂ થયેલ ટ્રામ્વે 1970 એટલે કે 39 વર્ષ સુરેન્દ્રનગર-વઢવાણની જનતાને પ્રાપ્ત થઇ હતી.



ટ્રામમાં બેસનારને ફિલ્મની ટિકિટ ભેટમાં અપાતી
વઢવાણસિટીથી કેમ્પ સુધી દોડતી ટ્રામમાં ટિકિટનો દર એક પૈસો હતો. પછી બે પૈસા, એક આનો અને પછીનાં વરસોમાં બે આના ટિકિટનો દર થયો હતો. આ દરમિયાન વઢવાણથી વાયા જોરાવરનગરથી કેમ્પ સુધી બસ શરૂ થઇ હતી. ટ્રામ્વે અને બસ વચ્ચે મુસાફરોને ખેંચવા હરિફાઇ જામી હતી. બસવાળા બસમાં બેસનારને રૂમાલ ભેટ આપતા હતાં. ભારત ટ્રામ્વેે મહાલક્ષ્મી ટોકીઝમાં ફિલ્મ જોવાની ટિકિટ ભેટમાં અપાતી હતી.



વઢવાણ અને કેમ્પ વચ્ચે નેરોગેજ પાટા પર દોડે તેવી અને બે ઘોડા ખેંચી શકે તેવી એક ડબ્બાની ટ્રામ શરૂ થઇ હતી. ઘોડાના વિશ્રામ માટે બે છાપરીઓ બનાવાઇ હતી. જ્યાં થાકેલા ઘોડાને છોડી ત્યાંથી બીજા ઘોડા જોડવામાં આવતા હતાં. વઢવાણ મહાજને અબોલ જીવ પર અત્યાચાર અને જીવહિંસાની રાજવીને રજૂઆત કરતા ઘોડાથી ખેંચાતી ટ્રામ બંધ કરાવાઇ.