લોકો વૈજ્ઞાનિકોના શોધ સંશોધનો અને જળવાયુ પરીવર્તન અંગે શું માને છે ?
કોરોનાકાળમાં લોક ડાઉનમાં ધાર્મિક સ્થળો અને કાર્યક્રમો પર પણ પ્રતિબંધ આવી ગયો હતો. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે એક જ ઉપાય તેનું સંક્રમણ ના થાય તેની કાળજી રાખવામાં છે કારણે કે ચીનના વુહાન શહેરમાં સૌ પ્રથમ મળી આવેલા નોવેલ કોરોના વાયરસની કોઇ જ દવા શોધાઇ નથી. વૈજ્ઞાાનિકો કોરોના વાયરસથી થતા કોવિડ-૧૯ સામે રક્ષણ આપે તેવી દવા અને રસી શોધવા માટે પ્રયત્નશીલ થયા છે હમણાં ૨૦ દેશોમાં વિજ્ઞાાન અંગેનો અનોખા પ્રકારનો સર્વે થયો હતો. એક રિસર્ચ સેન્ટર દ્વારા આ માટે ઓકટોબર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધીમાં યૂરોપ, એશિયા,પેસિફિક વિસ્તાર અને અમેરિકા,કેનેડા, બ્રાઝિલ અને રશિયાના ૩૨૦૦૦ લોકોેને પસંદ કરવામાં આવ્યા હતા.
કોવિડ મહામારીની વિશ્વમાં શરુઆત જ થઇ હતી તે ગાળા સુધીના સર્વેક્ષણમાં કયાં સંજોગોમાં શું કરવું જોઇએ એ વિજ્ઞાાનની વાત પર લોકો ભરોસો કરતા હતા. સર્વેક્ષણમાં ૩૬ ટકા લોકો એક સમૂદાય તરીકે વૈજ્ઞાાનિકોને વધારે સન્માન આપતા હતા. જો કે વૈજ્ઞાાનિકોની સરખામણીમાં લશ્કર પર વધુ ભરોસો કરતા હોય તેવા લોકો પણ જોવા મળ્યા હતા. ખાસ કરીને ભારત, યુએસએ અને ફ્રાંસ સહિતના ૮ દેશોના લોકોનો સમાવેશ થતો હતો. જો કે વૈજ્ઞાાનિકો પર વિશ્વાસ ધરાવતા લોકોમાં વિભાજન પણ જોવા મળ્યું જેમાં અમેરિકામાં ૬૨ ટકા, કેનેડામાં ૭૪ ટકા અને બ્રિટનમાં ૬૨ ટકા હતું.
૨૦ માંથી ૭ દેશના લોકોએ કહયું કે જળવાયુ પરીવર્તનથી સ્થાનિક સમૂદાય થોડો કે વધારે પ્રભાવ પડે જ છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો જળવાયુ પરીવર્તન બાબતે લોકો વહેંચાયેલા જોવા મળ્યા હતા. જેમાં ૭૯ ટકા લોકોએ આ સમસ્યાને અતિ ગંભીર જયારે બાકીના આ સમસ્યા ગંભીર હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો. કેનેડામાં ૮૨ ટકા લોકોએ જળવાયું ને ગંભીર જયારે બાકીનાએ સામાન્ય ગણાવી હતી. સર્વેક્ષણમાં ૨૦ માંથી ૧૭ દેશોના ઉંમરલાયકોમાં મોટા ભાગનાને અછબડા,રુબેલા ,શિતળા જેવા વિવિધ રોગની રસીઓ જોવા મળતી હતી.
આ વેકસીનની સાઇડ ઇફેકટસ જાપાન,મલેશિયા,રશિયા અને દક્ષિણ કોરિયાના લોકોએ અડધી ગણાવી હતી.જયારે ફ્રાંસ અને સિંગાપુરના લોકોએ વધારે ગણાવી હતી. નવાઇની વાત તો એ છે કે મીડિયા વિજ્ઞાાન જગતને લગતા સમાચારો સારી રીતે આવરી લે છે એમ જણાવ્યું હતું. જો કે વિજ્ઞાાનના સમાચાર સમજણ અઘરા પડે છે તેમ પણ માનતા હતા.૨૦ દેશોમાંથી ૬૮ ટકા લોકોને કવરેજ કરવાની રીત સારી તો ૨૮ ટકાને નબળી લાગી હતી.