આપણા મતે રાષ્ટ્રભકિત એટલે શું?
જન્મથી લઈ મૃત્યુ સુધી માણસ હંમેશા કંઈક મેળવવા મથતો તો જ રહે છે.
પરંતુ એ મથામણમાં ક્યારેક ભૂલી જાય છે કે એ માણસ છે. માણસ તરીકેના મુળભુત લક્ષણો વિસરાઈ જાય છે. આપણે એ વાત પણ ભૂલી જઈએ છીએ કે જે પ્રાપ્ત કરવા આપણે આટલું મથીએ છીએ એ નાશવંત છે અને જે ચિરંજીવી છે, સંબંધ એને વિસરી જઈએ છીએ...
# વ્યક્તિ તરીકે આપણી પાસે ઓછામાં ઓછુ શું હોવું જોઈએ?
# પરિવાર, આપણા આડોશી-પાડોશી અને સમાજ આપણી પાસે શું અપેક્ષા રાખે છે?
# આપણે સમાજ પાસેથી જે પણ મેળવ્યું છે એના બદલામાં આપણે સમાજને શું આપ્યુ?
# શું દરેક વખતે સમાજ પાસેથી જ આપણ અપેક્ષા રાખવાની, આપણે સમાજને કઈ જ નહિ આપવાનું?
# રાષ્ટ્રભક્તિની શરુઆત આપણા ઘરથી ન કરી શકીએ?
જો આપણે આપણા ઘર, પરિવાર, સમાજ, મહોલ્લો, સોસાયટી અને ગામને ઠીક કરીશું તો દેશ સ્વાભાવિક જ બદલાશે.
આવા અનેકવિધ પ્રશ્નો આપણે આપણી જાતને પુછવા જ રહ્યા. સદીઓથી આપણે સ્વાર્થી રહ્યા છીએ. આ વૃત્તિને જ્યારે છોડીશું એ દિવસથી પરમેશ્વર આપણ પર ફરીથી આશીર્વાદ વરસાવશે. 'માનવ માનવ થાય તો ય ઘણું' ચાલો આ ઉક્તિને જીવનમાં ચરિતાર્થ કરીએ.
જય હિંદ..