બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હાથરસ ગેંગરેપમાં શું આવ્યું અપડેટ પોલીસ ની શું રહી કાર્યવાહી જાણો આ અહેવાલમાં...

પોલીસે પીડિતાના શબને ઘર સુધી લઈ જવા ન દીધું, રાતે પોતે જ અંતિમ સંસ્કાર કર્યા; પિતાએ કહ્યું- છેલ્લી વખત ચહેરો પણ ન જોવા દીધો


  • દુષ્કર્મ કરવા અને પીડિતની જીભ કાપવાના મામલામાં ચાર આરોપીની ધરપકડ
  • પોલીસનો દાવો- પીડિતની જીભ કાપવામાં આવી નથી, દુષ્કર્મની વાત પણ ખોટી
  • મોદીએ યોગીને કહ્યું- દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરો, સરકારે ત્રણ સભ્યોની એસઆઈટી બનાવીને 7 દિવસમાં રિપોર્ટ આપવા કહ્યું

હાથરસમાં કથિત ગેંગરેપ પીડિતના ગત રાતે પોલીસે અંતિમ સંસ્કાર કર્યા હતા. પરિવારના સભ્યોનો આરોપ છે કે પોલીસે જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કર્યા અને તેમને અંતિમ વખત ચહેરો પણ જોવા દીધો નથી. પીડિતાના ભાઈએ ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે પોલીસે અમને તેનો ચહેરો પણ જોવા દીધો નથી. અમને ખબર નથી પોલીસે કઈ રીતે અંતિમ સંસ્કાર કર્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 3 સભ્યોની SIT બનાવીને 7 દિવસમાં રિપોર્ટ આપવા માટે કહ્યું છે. એસઆઈટીના અધ્યક્ષ ગૃહ સચિવ ભગવાન સ્વરૂપને બનાવવામાં આવ્યા છે. ડીઆઈજી ચંદ્રપ્રકાશ અને આગ્રા પીએસસીના પૂનમ પણ તેમાં સામેલ છે. પૂનમ પોતે પણ એસસી વર્ગમાંથી છે.

દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખીને અપીલ કરી છે કે આ મામલામાં બેદરકારી રાખનાર પોલીસ કર્મચારીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને દુષ્કર્મ કરનારને કડક સજા કરવામાં આવે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું- મુખ્યમંત્રી રાજીનામું આપે

કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રાતે 2.30 વાગ્યે પરિવારના સભ્યો આજીજી કરતા રહ્યા, પરંતુ હાથરસની પીડિતાના શરીરના તંત્રએ જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરી દીધા. જ્યારે તે જીવતી હતી ત્યારે સરકારે તેને સુરક્ષા ન આપી, જ્યારે તેની પર હુમલો થયો તોપણ સરકારે એ સમયે સારવાર ન આપી. યોગી આદિત્યનાથ રાજીનામું આપે.