જીવન મા આગળ વધવા માટે અને ત્યા ટકી રહેવા શુ જરુરી છે અને કેમ? જાણો...
“અનુભવ એ માણસ નો સૌથી મોટો શિક્ષક છે” , આ સુવિચાર તો આપણે સાંભળેલો જ હશે .સાથે - સાથે મનુષ્ય ને આગળ વધવામાં જો સહાય કરતુ હોય તો એનુ પ્રથમ સોપાન એ અનુભવ જ છે.પણ, આપણે શુ એ અનુભવ નો લાભ કોઇને લેવા દઈયે છિયે?
આપણાથી નાનુ કોઇ હોય અને એ કંઈ નવી વસ્તુ શિખવા જતો હોય તો આપણે એને રોકિયે અને કઈયે કે આ ના કર . પણ ભાઈ એને એ વસ્તુનો થોડો અનુભવ તો થવા દે અને એ લોકો જ પાછા એ વ્યક્તિ પાસે બઉ જ મોટી આશા રાખીને બેઠા હોય. એક બાજુ અનુભવ વગર આગળ પણ વધારવો છે અને બીજી બાજુ એને ઉંચા સ્થાન પર પણ જોવો છે.એક સમયે એ તમારા સાથ અને સહકાર થી આગળ પણ વધી જશે. પણ જ્યારે આગળ જતા એ અનુભવની ખામી ના કારણે એને કોઇ મુશ્કેલી નળી જશે તો એનો એ તાકાત થી સામનો નઈ કરી શકે પણ જો એ અનુભવી હશે તો બધુંજ કરી શકશે.
આપણે પેલી વાત તો સાંભળી જ હશે કે ગામની બહાર એક જંગલ મા 2 દોસ્ત રમવા ગયા .એમા 12 વરસનો છોકરો કુવામા પડી ગયો અને 8 વરસ ના છોકરાએ એને બહાર કાઢ્યો. જ્યારે આ વાત આખા ગામમા ફેલાઈ ગઈ ત્યારે બધા વાતો કરવા લાગ્યા કે આ તો અશક્ય છે. પણ એક વૃદ્ધ વ્યક્તિ આ બધુ પારખી ગયા અને કીધું કે હા એ શક્ય છે કેમકે એને ત્યા કોઇ એવુ કહેવા વાળુ નોતુ કે ‘તુ આ નઈ કરી શકે’.
એટલે જ, જો કોઇ નવી વસ્તુ શીખતા હોય તો એને અનુભવ ચોક્કસ પણે થવા દેજો , જેથી એ વધુ આગળ વધી શકે.ક્યારેય કોઇ માટે એવા શબ્દોનો પ્રયોગ ના કરવો કે જેથી એને કામમાંથી રસ ઉડી જાય. પણ, એને પ્રોત્સાહન આપતા રહેવુ પછી ભલેને પરિણામની તમને પહેલેથી જ ખબર હોય. પણ, એને જ્યારે અનુભવ થશે ત્યારે એ જાતેજ જાણી જશે અને ઝડપથી જીવન ના આ સમુદ્ર ને પાર કરી શકશે.
ભારત માતાકી જય.