બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સુશાંતના મોત બાદ બોલીવુડમાં જે ડ્રગસકાંડ સામે આવ્યો છે તેમાં શું આવ્યું નવુ...

ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થયેલી રિયા ચક્રવર્તીના જામીન પર બોમ્બે હાઇકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો, સાત કલાક સુધી સુનાવણ હાથ ધરાઈNCB દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાનનું નિવેદન પણ કોર્ટમાં રજૂ કરી શકે છે..CBIએ નિવેદનમાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં હજી સુધી કોઈ પણ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો નથી..

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે 29 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઇ ગઈ છે. કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટમાં આજે કુલ 7 કલાક સુનાવણી ચાલી. હાલ તો કોર્ટે તેનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે અને આજે જ આના પર કોઈ નિર્ણય આવી શકે છે. આ ઉપરાંત સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, કુક દીપેશ સાંવત તથા ડ્રગ પેડલર બાસિતની જામીન અરજીનો નિર્ણય આવી શકે છે. આ તમામની જામીન અરજી બે વાર લોઅર કોર્ટે નામંજૂર કરી હતી. NCBના અધિકારીઓ શોવિકની જેલમાં પણ પૂછપરછ કરી ચૂક્યા છે.

રિયા તથા શોવિક ડ્રગ્સ સિન્ડેકેટના એક્ટિવ મેમ્બર છે અને અનેક હાઈ સોસાયિટીના લોકો તથા ડ્રગ પેડલર્સ સાથે જોડાયેલા છે. આ બંને પર 27Aની કલમ નોંધવામાં આવી છે. આથી જ તેમને જામીન મળવા જોઈએ નહીં. જસ્ટિસ સારંગ વી કોતવાલની સિંગલ બેંચે 24 સપ્ટેમ્બરના રોજ NCB પાસે રિયાની જામીન અરજી પર જવાબ માગ્યો હતો. NCBએ કહ્યું હતું કે રિયાએ ડ્રગ્સ ખરીદવાની વાત કબૂલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ડ્રગ્સ ખરીદવા માટે તેણે સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાંવત તથા શોવિક ચક્રવર્તીને કહ્યું હતું. આજે આ કેસમાં NCB કોર્ટમાં પોતાના ફાઈન્ડિંગ્સ રજૂ કરશે, જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાનના નિવેદન સામેલ છે. સુશઆંત સાથે જોડાયેલા કેસમાં અત્યાર સુધી 21 લોકોની ધરપકડ કરાઈ છે.