બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

Whatsapp માં બ્રોડકાસ્ટથી મેસેજ મોકલનારા ચેતી જજો

આજના સમયમાં ટેકનોલોજીએ આપણું જીવન ઘણું સરળ બનાવ્યું છે. પણ આ ટેકનોલોજીનો સદુપયોગ કરવો એ પણ આપણી નૈતિક ફરજ છે.

માઈક્રો મેસેજ એપ્લિકેશન વ્હોટ્સએપ દ્વારા આપણે સંદેશાની આપ-લે પહેલા કરતા ઘણું સરળ રીતે કરી શક્યા છીએ. પહેલા જે નાના નાના કામ માટે ફોનકોલ કરવા પડતા એ વ્હોટ્સએપમાં કોલ કર્યા વગર મેસેજ દ્વારા જ થઈ જાય છે.

વ્હોટ્સએપમાં હમણાંથી બિનજરૂરી મેસેજીસ મોકલવાનું બહુ વધી ગયું છે. ઘણા લોકો એક સાથે ઘણા બધા મિત્રો-સંબંધીઓને મેસેજ મોકલવા બ્રોડકાસ્ટ લિસ્ટ પણ બનાવે છે.

આ બ્રોડકાસ્ટ લિસ્ટથી મેસેજ મોકલવાનું કામ મોકલનાર માટે ઘણું સરળ થઈ જાય છે. આથી તેને એ ખ્યાલ નથી આવતો કે પોતે જે મેસેજ મોકલે છે એ મારા બ્રોડકાસ્ટમાં કેટલા લોકોને કામનો મેસેજ છે ? આથી જો પાંચ કે દસ લોકોને મોકલવા લાયક મેસેજ હશે તો પણ એ પોતાના બ્રોડકાસ્ટ લિસ્ટના તમામ મિત્રોને મોકલશે....અને એની સંખ્યા ક્યારેક 1000+ પણ હોઈ શકે છે.

એક રિસર્ચ પ્રમાણે જો કોઈને એક જ વ્યક્તિ દ્વારા દરરોજ દિવસમાં પાંચથી  વધુ મેસેજ આવે  તો એ મેસેજ  મોકલનાર વ્યક્તિ પ્રત્યે અણગમો થઈ જાય છે.

બ્રોડકાસ્ટથી નકામા મેસેજનો સતત મારો રહે ત્યારે કામના મેસેજ નીચે જતા રહે છે જેને શોધવા માટે નીચે સુધી જવું પડે છે અથવા સર્ચ કરવું પડે છે.

આ કારણે એક દિવસ એવો આવે છે કે બ્રોડકાસ્ટથી નકામા મેસેજ મેળવી મેળવીને વ્યક્તિ એટલો કંટાળી જાય છે કે બ્રોડકાસ્ટ દ્વારા મેસેજ મોકલનારને બ્લોક કરવા પડે છે. આ કારણે બ્રોડકસ્ટથી મેસેજ મોકલનાર અને તેના નાકામા મેસેજનો ભોગ બનનાર વચ્ચે વ્હોટ્સએપમાં મેસેજ વ્યવહારનો સંબંધ તૂટી જાય છે, અને માનભંગ થાય છે એ વધારાનું. અને વ્હોટ્સએપ ઉપયોગ કરતા હોવા છતાં નાના નાના કામ માટે તે વ્યક્તિએ બ્લોક કરનારને ફોનકોલ કરવા પડશે. એટલે કે સરવાળે હતા ત્યાં ને ત્યાં જ.

જો તમે કોઈ બ્રોડકાસ્ટ લિસ્ટથી મેસેજ મોકલતા હો તો ચેતી જજો.