બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ક્યાં દેશની હોસ્પિટલોની કોમ્પ્યુટર સિસ્ટમ પર સાયબર હુમલો થયો..જાણો

- યુનિવર્સલ હેલ્થ સર્વિસીસના 250થી વધુ હોસ્પિટલો અને ક્લિનિક
- ડોક્ટરો અને નર્સોને ઓનલાઇનને બદલે દરેક જગ્યાએ કાગળ અને પેનનો ઉપયોગ કરવો પડયો હતો

કોરોના વચ્ચે  અપરાધીઓ સ્વાસ્થ્ય સંસ્થાઓના નેટવર્કને ઝડપથી નિશાન બનાવી રહ્યાં છે : સાયબર સુરક્ષા સલાહકાર  

અમેરિકામાં આજે એક પ્રમુખ હોસ્પિટલ ચેઇનના તમામ હોસ્પિટલોની કોમ્પ્યુટર સિસ્ટમ ઠપ થઇ ગઇ હતી. કંપનીએ આ સમસ્યાને ટેકનોલોજીની સાથે જોડાયેલી સુરક્ષા સમસ્યા ગણાવી હતી. આ દરમિયાન તમામ ડોક્ટરો અને નર્સોને ઓનલાઇનને બદલે દરેક જગ્યાએ કાગળ અને પેનનો ઉપયોગ કરવો પડયો હતો. યુનિવર્સલ હેલૃથ સર્વિસિસના અમેરિકામાં 250થી વધુ હોસ્પિટલો અને ક્લિનિકલ સેવાઓ છે.

તેણે પોતાની વેબસાઇટ પર એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં તેનું નેટવર્ક ઓફલાઇન હોવાથી ડોક્ટર અને નર્સ કાગળ અને પેનનો ઉપયોગ કરી દર્દીઓને રેકોર્ડ રાખી રહ્યાં છે. ફોર્ચ્યુન 500 કંપનીઓમાં સામેલ અને 90,000 કર્મચારીઓ ધરાવતી આ કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોઇ પણ દર્દીની માહિતીની કોપી કે દુરૂપયોેગ કરવામાં આવ્યો નથી.

આ દરમિયાન અમેરિકન હોસ્પિટલ એસોસિએશનના વરિષ્ઠ સાયબર સુરક્ષા સલાહકાર જોન રિગ્ગીએ આ હુમલાને શંકાસ્પદ રેનસમવેયર હુમલો ગણાવ્યો હતોે. તેમણે જણાવ્યું હતું કે કોરોના સમયમાં સાયબર અપરાધીઓ સ્વાસ્થ્ય સંસૃથાઓના નેટવર્કને ઝડપથી નિશાન બનાવી રહ્યાં છે.  રેનસમવેયર એક પ્રકારનું સોફ્ટવેર છે જેના દ્વારા હેકર ડેટાની ચોરી કરે છે અને પરત આપવા માટે નાણાંની માગ કરે છે. એક સાયબર સુરક્ષા કંપનીના અંદાજ મુજબ  ગયા વર્ષે અમેરિકામાં 764 સ્વાસ્થ્ય સેવા પ્રદાતા રેનસમવેયરનો શિકાર બન્યા હતાં.