મોબાઈલ છોડી ઘરમાં રમવા કોણે કરી અપીલ...
મોબાઇલ ટુ સ્પોર્ટસ યુવાનોને સ્પોર્ટસ સાથે જોડવાનો સરકારનો ઉમદા પ્રયાસ
ગુજરાત સરકારના સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ગુજરાત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યુવાનોને સ્પોર્ટ્સ સાથે જોડવાનો ઉમદા પ્રયાસ” ના ભાગરૂપે નવતર અભિગમ મોબાઇલ ટુ સ્પોર્ટસ શરૂ કરવામાં આવ્યો છે
રમત દ્વારા વ્યકિતગત
વિકાસ, આત્મવિશ્વાસ, ત્વરીત
નિર્ણયશકિત, ચારિત્ર્યનું ઘડતર તેમજ સમર્પણ ભાવનાનું નિર્માણ થાય
છે. ખડતલ અને સ્નાયુબદ્ધ શરીર એ જ ખરી જાગીર છે. રમત દ્વારા સંઘ ભાવના, સંગઠન
શકિત, ખેલદિલી
તેમજ નેતૃત્વના ગુણનો વિકાસ થાય છે. રમત દ્વારા જ એકાગ્રતાનો
વધારો અને ચિંતા તનાવમાં ઘટાડો થાય છે. “તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત
મનનો વાસ” હોય છે એ સંદેશ સાથે ચાલો મોબાઈલ છોડીએ, ઘરમાં
જ રમીએ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. યુવાનોને સ્પોર્ટસ સાથે જોડવાના સરકારના આ
ઉમદા પ્રયાસને મહીસાગર જિલ્લાના યુવાનોને અનુસરવા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે
ટ્વિટરના માધ્યમથી અપીલ કરી છે.