બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દુનિયાની સૌથી લાંબી ‘અટલ ટનલ’નું કોણે કર્યું ઉદ્દગાટન અને ભારતમાં કયાં છે આ ટનલ.. જુઓ વિસ્તાર થી

હિમાલયના પીર પંજાબ પર્વતમાળાની વચ્ચે અત્યાધુનિક વિશિષ્ટતાઓની સાથે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઉંચાઈ પર ટનલને બનાવવામાં આવી છે.અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અટલ ટનલનું હિમાચલ પ્રદેશના રોહતાંગમાં ઉદઘાટન કરશે. આ ટનલ ને કારણે મનાલી અને   લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર દૂર થઈ જશે. તેમજ મુસાફરીનો ચાર થી પાંચ કલાકનો સમય પણ બચી જશે. અધિકારીઓએ જણાવ્યુ કે, લાહૌલ સ્પીતિના સીસૂમાં ઉદઘાટન સમારોહ બાદ મોદી સોલાંગ ઘાટીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. 

સમુદ્ર તળથી 3000 મીટર ઊંચાઈ
હિમાલયના પીર પંજાબ પર્વતમાળાની વચ્ચે અત્યાધુનિક વિશિષ્ટતાઓની સાથે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઉંચાઈ પર ટનલને બનાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી 3 ઓક્ટોબરના રોજ કુલ્લુ જિલ્લામાં હિમ તેમજ હિમસ્ખલન રિસર્ચ સંસ્થા પહોચશે.

ટનલની ખાસિયત
અધિકારીઓએ જણાવ્યું કે, ઘોડાના નાળના આકારવાળી બે લેન ટનલમાં 8 મીટર પહોળો રસ્તો છે અને તેની ઊંચાઈ 5.525 મીટર છે. 3300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ટનલ દેશની રક્ષાના હેતુથી બહુ જ મહત્વપૂર્ણ છે. અટલ ટનલની ડિઝાઈન રોજની 3 હજાર જેટલી કાર અને 1500 ટ્રક માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં વાહનોની મહત્તમ ગતિ 80 કિલોમટર પ્રતિ કલાક રહેશે.