બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોણ છે નંબી નારાયણ?, જેમના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ લાગ્યો હતો


હાલમાં જ ક્નાસ ફિલ્મ ફેસ્ટિવલ થયો અને જેમનો ભાગ બોલિવૂડના જાણીતા એક્ટર આર.માધવન પણ બન્યા હતા. જેમની આવનારી રોકેટ્રીને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. અને જે નંબી નારાયણના વિષયને આધારિત બનાવવામાં આવી છે જેમના કારણે નંબી નારાયણ પણ હાલ ખૂબ ચર્ચામાં છે. જેમના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ લાગ્યો હતો. અને ત્યારબાદ દેશ માટે તે એક પ્રણેતા બની ગયા હતા. જેમના આધારિત ફિલ્મમાં તેમના જીવન અને તેની સંકળાયેલી વાતો વિષે વાત કરવામાં આવી છે. જેમાં આર.માધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

વાંચવાના ખૂબ શોખીન છે નંબી નારાયણ 

નંબી નારાયણનો જન્મ કેરળ રાજ્યના નાગરકોઇલ ગામમાં થયો હતો. તેમણે ISROમાં ક્રાયોજેનિક ડિવીઝનમાં એક અધિકારી તરીકે કામ કર્યું.  તેમને આજે એક સેટેલાઈટ વૈજ્ઞાનિક રૂપમાં ઓળખવામાં આવે છે. એક મધ્યમવર્ગમાં જન્મેલા નંબી નારાયણ વાંચનના ખૂબ શોખીન છે. ભણતર બાદ તેમની દેશ પ્રત્યેની લાગણીઓ એ દેશસેવા કરવાનું જ મન મનાવી લીધું અને દેશ માટે જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. 

ભ્રષ્ટાચાર અને જાસૂસીનો લાગ્યો આરોપ


નંબી નારાયણએ ભારતીય સ્પેસ એજેંસી ISROમાં નોકરી માટે એપ્લાય કર્યું અને તેમની નોકરી ત્યાં લાગી ગઈ. ત્યારબાદ તેમણે ત્યાં ઘણા સંશોધન કર્યા. એક સમય આવ્યો જ્યારે તેમના જીવનમાં તેમને ઘણી મુશ્કેલીઓ પડી. તેમના પર ભ્રષ્ટાચાર અને જાસૂસીનો આરોપ લગાવી તેમની અટકાયત કરવામાં આવી અને જેલ ભેગા કર્યા. આ વાત 1994ની છે જ્યારે તેમના પર પોતાના જ બે અધિકારીઓ એ આરોપ લગાવ્યો હતો કે તે રોકેટ તેમજ ઉપગ્રહને સંબધિત જાણકારીઓ ભારતની બહાર મોકલે છે.

CBIની તપાસમાં નિર્દોષ જાહેર થયા 


નંબી નારાયણ પર જે પણ આરોપ લાગ્યા હતા તે સીબીઆઇની તપાસમાં ખોટા સાબિત થયા. ત્યારબાદ CBIએ નિવેદન પણ આપ્યું હતુ કે ભારતની સ્પેસ એજેંસીના પ્રોગામોને નષ્ટ કરવા માટે તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. અને જ્યારે ઘણા લોકોનું એવું કહેવું છે કે તેમણે એક મોટી ડીલને રિજેક્ટ કરી દીધી હતી અને જેમના માટે અમેરિકા દ્વારા તેમને ફસાવવામાં આવ્યા હતા. વર્ષ 1996માં કેરળ અદાલતે તેમને નિર્દોષ સાબિત કરી દીધા.

NASAમાંથી મળી હતી મોટી ઓફર 

નંબી નારાયણના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા પરંતુ તેમણે ક્યારેય હિમ્મત ન હારી અને તે તેમના કામમાં લાગ્યા રહ્યા. NASAએ પણ કામ માટે ઓફર કરી હતી અને નંબી તેમની સાથે કામ કરવા માટે તૈયાર પણ થઈ ગયા હતા. પરંતુ અમુક કારણોસર તેમણે' ત્યારબાદ ના પાડી દીધી. નંબી નારાયણને તેમના સંશોધનના લીધે ભારત સરકાર દ્વારા તેમને પદ્મા ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

ફ્રાંસમાં થઈ રહેલા કાન્સ ફિલ્મ  ફેસ્ટિવલમાં તેમના જીવન પર બનેલી ફિલ્મનુ પ્રીમિયર થશે 


નંબી નારાયણનું જીવન ખુબ રોચક રહ્યું છે. એટલા માટે જ આર.માધવનએ તેમના જીવન પર ફિલ્મ બનાવી. જે ફિલ્મનુ લેખન, દિગ્દર્શન અને નિર્માણ આર.માધવનએ જ કર્યું છે. આ ઉપરાંત ફિલ્મ પર ઘણા વર્ષોથી કામ ચાલતું હતું.  જ્યારે થોડાક મહિના પહેલા જ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું. જેમનો દર્શકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે હવે આર. માધવન ફિલ્મના રીલીઝને લઈને ખૂબ ઉત્સાહીત છે. આ ફિલ્મનુ પ્રીમિયર ફ્રાંસમાં થઈ રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે.