બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતશે?

સૌથી પહેલી વસ્તુ તો એ કે, વિશ્વ એ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ માં ઘણી લોહિયાળ ઘટનાઓ જોઇ છે,

એટલે કોઈપણ દેશની ઇકોનોમી ને યુદ્ધ ન પરવડે, અને જો યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો UN(યુનાઈટેડ નેશન) માં સમજૂતી કરવાની શકયતાઓ રે. કેમ કે બંને દેશ તેના સભ્યો છે.

પહેલાંતો યુધ્ધ બને ત્યાં સુધી ટાળવું જોઈએ એટલા માટે નઇ કે આપણે યુધ્ધથી ડરીએ છીએ પણ એટલા માટે કે યુધ્ધ થી બંને દેશ વિકાસની બાબતે પાછળ ધકેલાઈ જશે માટે. જો અનિવાર્ય હોય તો પછી પાછળ હટવાનો સવાલ જ નથી. યુધ્ધ જીતવા માટે ધણી બધી બાબતો અનિવાર્ય છે જેવી કે:

રાજકીય આગેવાનોની મજબૂત નેતાગીરી, સતકૅતા, અને સૂઝબૂઝ.

સેનાનું આધુનિકરણ, હથિયારોનો પૂરતો જથ્થો, તેમજ સેનાને યોગ્ય પગલા ભરવાની ખુલ્લી છૂટ.

સૌથી જરુરી બાબત કોઈ પણ યુધ્ધ કાયૅક્ષમ અને વ્યાપક જાસુસી નેટવર્ક વિના જીતી શકાય નહિં. જેનું સૌથી મોટું ઉદાહરણ ટચૂકડો દેશ ઈઝરાયેલ અને બીજી તરફ આઠ આરબ દેશો વચ્ચે જૂન,1967 માં લડાયેલુ 'ધ સિક્સ ડે વોર' નામનું યુધ્ધ ઇઝરાયેલે તેની કુખ્યાત જાસુસી સંસ્થા "મોસાદ" ની મદદથી ટાંચી લશ્કરી સામગ્રી વડે છ દિવસમા જીતી લીધું. (વધું માહિતી માટે સફારીનો અંક મોસાદ ના જાસુસી મિશનો વાંચવા વિનંતી ) જેનાંથી પ્રભાવિત થઈ પૂવૅ વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીએ ભારતમાં RAW નું ગઠન કરેલું.



તાજેતરમાં જ ધણી વખત ચીનના જવાનોએ આપણી સીમામાં ધુસણખોરી કરેલી જેના પ્રતિકાર રુપે આપણા જવાનોએ તેમને સીમાની બહાર ખદેડી મૂકેલા, કાશ્મીરમાં આપણા જવાનો પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબ રુપે POK માં કરેલી બે વખત સજૅકલ સ્ટ્રાઇક તેમજ એર સ્ટ્રાઇક અને અત્યાર સુધી ભારતને આંગળી કરતા આવતા દેશોને વતૅમાન સરકાર ની મુખ્ય નેતાગીરી (વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી) દ્વારા જે તે દેશ ને જે તે ભાષામાં આપવામાં આવતા જવાબ બતાવે છે કે અત્યારે ભારતની સ્થિતી અને નેતાગીરી મજબુત છે. આમ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં ભારતે પોતાનું સ્થાન મજબૂત કયૃં છે તેમજ સેનાનું પણ ધણું આધુનિકરણ કયૃ છે. 

"લડાખની ગાલવાન ખીણાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે," અમારી સીમમાં કોઈએ ઘુસણખોરી કરી નથી, ન તો હવે ત્યાં કોઈ છે, ન અમારી પોસ્ટ્સ કબજે કરવામાં આવી છે."

ભારત-ચીન બોર્ડર પર શસ્ત્રોનો ઉપયોગ કરવાના નવા ભારતીય 'સગાઈ નિયમો' બદલ ચીન નાખુશ છે. જોકે ચીન અને ભારત વચ્ચે સરહદ અથડામણ ક્યારેક-ક્યારેક ફાટી નીકળે છે, બંને દેશોના સૈનિકોએ દાયકાઓથી એકબીજા પર ગોળીબાર કર્યો નથી. જો ભારતીય સૈનિકો ચીની સમકક્ષો વિરુદ્ધ શસ્ત્રોનો ઉપયોગ કરશે તો સરહદી વિસ્તારોમાં દૃશ્યો સંપૂર્ણપણે બદલાઈ જશે.



ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સેનાને સરહદ પર જરૂરી પગલા ભરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે અને ભારતે રાજદ્વારી માધ્યમથી (ચીન) પોતાનું સ્થાન પહોંચાડ્યું છે.

અન્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતીય સેના વિવાદાસ્પદ સરહદ પર તમામ જરૂરી પગલા લઈ શકે છે તેવું વડા પ્રધાન નરેન્દ્ર મોદી નું નિવેદન સ્થાનિક પ્રેક્ષકો માટે અને જનતાને ખુશ કરવા અને સૈનિકોના મનોબળને વેગ આપવા માટે શક્તિનો પ્રદર્શન છે.

ધન્યવાદ…