બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આ શિક્ષક છેલ્લા 23 વર્ષથી નિશાળે આવતી બાળકીઓના પગ કેમ ધોવે છે ?

મધ્યપ્રદેશના કટની જીલ્લાના એક શિક્ષકે મહિલાઓ અને બાળકોના સન્માનનું અનોખું ઉદાહરણ પુરુ પાડયું છે. આ શિક્ષક આજકાલ કરતા છેલ્લા ૨3 વર્ષથી નાની બાલીકાઓના ચરણોની પૂજા કર્યા પછી જ કલાસમાં ભણાવે છે. આ શિક્ષકનું નામ ભૈયાલાલ સોની છે જે કટનીના લોહરવાડા ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. 

સ્કૂલે આવતી બાળકીઓના પગ ધોવા માટે દરરોજ ગંગાજળ લઇ જાય છે. ગંગાજળથી પગ ધોવામાં તે કોઇ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી. શાળામાં પ્રાર્થના પુરી થાય એ પછી પોતાના કલાસની બાલિકાઓના પગ ધોવાએ તેમનો નિત્યક્રમ છે. 

કોરોના મહામારી દરમિયાન મહિનાઓ સુધી પ્રાથમિક શાળા બંધ રહી હતી ત્યારે મોહલ્લા કલાસ ચલાવવામાં આવતા હતા જેમાં પણ કન્યાઓના ચરણની પૂજા કરવાનું ચુકયા ન હતા. આ શિક્ષકને પોતાની વિધાર્થીનીઓના ચરણ પખાડવાની પ્રેરણા નમામી જનની અભિયાનમાંથી મળી હતી. જે તે સમયે આ અભિયાનનો હેતું બાળકીઓ અને મહિલાઓનું સન્માન કરવાનો હતો. મધ્યપ્રદેશ સરકારે આગામી ૨૫ જાન્યુઆરીના દિવસે સુશાસનના ભાગરુપે સરકારી કાર્યક્રમોની શરુઆત કન્યા પૂજન સાથે કરવાનું નકકી કર્યુ છે પરંતુ આ શિક્ષક ઘણા વર્ષોથી કન્યા પૂજન કરે છે.

તેમનું માનવું છે કે મહિલાઓ જેટલી હકકદાર છે એટલા પ્રમાણમાં તેને સન્માન મળતું નથી. મહિલાઓ સાથે  હંમેશા ભેદભાવ જ રાખવામાં આવે છે લોકોનો વિચાર બદલાય અને પ્રેરણા મળે તે માટે આ કાર્ય કરે છે. શાળામાં પ્રાર્થના પછી  આ નજારો ગામના લોકો માટે સામાન્ય બાબત છે પરંતુ બહારગામથી આવતા લોકોને આ જાણીને ખૂબજ નવાઇ લાગે છે. આ શિક્ષકને રાજા ભૈયાના હુલામણા નામથી બોલાવવામાં આવે છે.