શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે? રાજીનામું આપીને કોંગ્રેસમાંથી મેળવ્યો છુટકારો..
હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતનો પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા બે મહિનાથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતો. હવે હાર્દિક આગામી એક સપ્તાહમાં ભાજપમાં જોડાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિક પટેલે તાજેતરમાં ભાજપમાં જોડાવા માટે બીએલ સંતોષ સાથે મુલાકાત પણ કરી હતી. અમિત શાહ અને પીએમ મોદીની સહમતિ બાદ હાર્દિકને ભાજપમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ આ બેઠક થઈ હતી. હાર્દિક પટેલને ભાજપમાં સામેલ કરવા પાછળ પાટીદાર વોટ બેંક મુખ્ય કારણ માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ હાલ હાર્દિક પટેલ હિમાચલ પ્રદેશના એક મંદિરમાં દર્શન કરવા ગયો છે. આવતીકાલે તેઓ અમદાવાદ આવશે અને પ્રેસ કોન્ફરન્સ કરશે.
આખરે આજે હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. હાર્દિક છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓથી નારાજ હતો અને તેના પક્ષ છોડવાની અટકળો પહેલેથી જ લગાવવામાં આવી રહી હતી.
હાર્દિક પટેલે આ પત્ર ટ્વીટ કર્યો છે
હાર્દિક પટેલે કોંગ્રેસ પર કયા આરોપો લગાવ્યા?
કોંગ્રેસ પાર્ટી દેશના હિત અને સમાજના હિતની વિરુદ્ધમાં કામ કરી રહી છે.
કોંગ્રેસ પાર્ટી વિરોધની રાજનીતિ પુરતી સીમિત થઈ ગઈ છે
રામ મંદિર નિર્માણ, CAA-NRC, કલમ 370, GSTના અમલમાં કોંગ્રેસ અડચણરૂપ હતી.
જ્યારે દેશ મુશ્કેલીમાં હતો ત્યારે આપણા નેતાઓ વિદેશમાં હતા
તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણી વખત તેણે ખુલ્લેઆમ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા વરની નસબંધી થઈ ગઈ હોય. અહીં તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી.
વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમની નારાજગી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી સાથે નથી, પરંતુ રાજ્યના નેતૃત્વ સાથે છે. લાઈવ ટીવી