બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તમે પર્યાવરણ ને બચાવવામા મારી મદદ કરશો???

પર્યાવરણ ને જાળવવું એ આ પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યની ફરજ છે અને કોઇ પણ બાના બતાવ્યા વગર એને નિભાવવાની છે. કારણ કે, આપણા હક તો આપણે જતા કરતા નથી તો પછી ફરજ બજાવવામા કેમ પાછા પડીએ છિયે?

પર્યાવરણ ને કંઈ કંઈ રીતે આપણે નુકસાન કરીયે છીયે એ અને એની જગ્યાએ આપણે શુ-શુ કરી શકીયે એ જણાવીશ..પર્યાવરણ ને સ્વચ્છ રાખનાર મોટામા મોટુ પરિબળ એ વૃક્ષ છે. એ વાતથી આપને બધા જ  પરિચિત છિયે. જયાં ને ત્યાં આપણે થોડાક અંતર માટે જવાનુ હોય તો આપણે તરત જ આપણા બાઇકની કીક મારીએ છિયે, કામ વગર ના જ્યા ત્યા કાવા મારીએ છિયે,એની જગ્યાએ આપણે ટુંકા અંતર માટે ચાલવાનું અથવા સાઇકલ લઈ જવાનુ પસંદ કરવુ.

પરિક્ષા ના સમયે અથવા તો જ્યારે પણ આપણે નોટ અથવા તો ચોપડા નો ઉપયોગ કરીયે છિયે તો શક્ય હોય ત્યા સુધી સ્લેટ નો ઉપયોગ કરવો. જેથી કાગળ ઓછુ વપરાશે એટલા જ વૃક્ષો ઓછા કપાશે. મોબાઈલ નો ઉપયોગ પણ જરૂર પુરતોજ કરવો. કારણ કે, એનો સીધો સંબંધ વૃક્ષો સાથે છે. એ તમને મારા અગાઉના લેખમાં જાણવા મળ્યું હશે. એટલે આપણે સંકલ્પ કરીયે કે બને એટલો ઓછો મોબાઈલ નો ઉપયોગ કરીશુ.

વૃક્ષો ને આપણે આપણા જન્મદિવસ પર ઉગાડીયે છિયે અથવા તો ચોમાસામા ઉગાડીયે છિયે એ બઉ સારી વાત કહેવાય પણ પછી જોવા જઈએ તો મોટા ભાગે એવુ બનતુ હોય કે ઉગાડ્યા બાદ એની કાળજી આપણે લેતા નથી એ બઉ ખરાબ વાત કહેવાય. પછી એ તો એવી વાત થાય કે અનાથ બાળક ને આપણે દત્તક લીધા બાદ એ શું કરે અને શું ન કરે એની કાળજી જ આપણે ના લઈએ. તો એના કરતા તો એ અનાથ આશ્રમમાં સારી રીતે ઉછરતો હતો. એટલે ફક્ત એક દિવસ પુરતા સ્વાર્થી ના બનતા એ વૃક્ષ ને પણ આપના જીવનનું અંગ બનાવીને આખી જિંદગી એને સાચવીયે. જો વૃક્ષ વાવી ના શકીયે ને તો ઉગેલા વૃક્ષ ને સાચવવાનો સંકલ્પ કરીયે અને પૃથ્વી પરના મહેમાન બનીને આવેલા આપણે, શક્ય એટલી પૃથ્વીને જાળવીયે.
ભારત માતાકી જય.