બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વડોદરાના કરજણમાં ૬ વ્યક્તિઓ દ્વારા મહિલા સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ

વડોદરાના કરજણ પંથકથી એક દયનીય ઘટના સામે આવી છે. જેમાં વડોદરાના કરજણ પંથક મા 37 વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જ્યારે દુષ્કર્મ આચાર્યા બાદ 17 તારીખના રોજ હત્યા કરાયેલી લાશ પણ મળી આવી હતી. તેમાં 6 આરોપીઓ દ્વારા પહેલા ગેંગરેપ કરવામાં આવ્યો ત્યાર બાદ મહિલાની હત્યા પણ કરી નાખવામાં આવી હતી.
 
વડોદરાના કરજણના એક ગામની યુવતી પર છ ઈસમો દ્વારા સામુહિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. તેની સાથે હત્યા કરી હોવાની ઘટનાની જાણકારી સામે આવી છે. જ્યારે આ સમાચારના કારણે  હાહાકાર સર્જાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ધાસચારો લેવા ગયેલી મહિલાની એકલતાનો લાભ લઈ આરોપીઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમાં પણ રેલ્વે ટ્રેકનું કામ કરનાર યુપી અને ઝારખંડના મજુરો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
 
તેની સાથે મજુરો દ્વારા મહિલાના હાથ પગ પકડી રાખી મોઢામાં ડૂચો દઈ વારાફરતી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ આરોપીઓ દ્વારા દુપટ્ટા વડે મહિલાને ટુપો દઈને હત્યા કરવામાં આવી હતી. તેમાં પણ એક ખાસ વાત એ રહી કે, પોલીસના ડોગ દ્વારા એક આરોપીને શોધી કાઢવામાં આવ્યો અને ત્યાર બાદ સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો હતો.
 
તેમાં એક આરોપીની સખ્ત પુછપરછ દરમિયાન અનેક જાણકારી સામે આવી ગઈ હતી. આરોપીઓ રેલ્વે ટ્રેકની બાજુમાં ઝુપડા બનાવીને રહેતા હતા. આ ઘટના બાદ 6 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં મહિલા પર દુષ્કર્મ કર્યા બાદ મહીલાન મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.