બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જે આવેલું છે અમદાવાદમાં, જાણો તેના વિશે...

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતના મોટેરા અમદાવાદમાં બનીને તૈયાર થઈ ગયું છે, 

જાણો કેટલી કે આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ  સ્ટેડિયમની ખાસ વાતો, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પહેલા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયાનું એમસીજી (MCG-મેલબોર્ન) ક્રિકેટ ગ્રાઉન્ડ હતું અને ભારતમાં સૌથી મોટું સ્ટેડિયમ કોલકાતાનું ઈડન ગાર્ડન હતું, જેમાં 66,000 દર્શકોનું ક્ષમતા હતી

હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ છે, સૌપ્રથમ મોટેરા માં બનાવેલ જૂનું ક્રિકેટ સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ 1982માં બન્યું હતું જેની બેઠક ક્ષમતા 50 હજાર હતી, તિયાર બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ ત્યારના ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જૂના  મોટેરા સ્ટેડિયમને રિનોવેટ કરવની વાત કરી હતી પણ નરેદ્ર મોદી નું સપનું હતું કે મોટેરાનું સ્ટેડિયમ ને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવનું

જયારે નરેદ્ર મોદી ભારત ના વડાપ્રદાન બનૈયા તીયારે તમને જોએલું સપનું વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અને જીસીએ અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) આગળ વધાર્યુ, જૂનું મોટેરા સ્ટેડિયમ ને ૨૦૧૫ માં ને તોડી પાડવાનું કામ હાથ ધરાયું હતું, સ્ટેડિયમ ને નવું બનવાનું કામ  દેશની પ્રખ્યાત નિર્માણ કંપની લાર્સન એન્ડ ટૂર્બોને આપવામાં આવ્યો છે। લાર્સન એન્ડ ટ્રુબો જેમને દુનિયાનું સૌથી ઊંચું પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું નિર્માણ કરેલું તેમને કામ આપવા માં આવેલું,

નવા સ્ટેડિયમનું ભૂમિપૂજન જાન્યુઆરી 2016માં કરવામાં આવ્યુ હતું, આ સ્ટેડિયમ બનાવ પાછળ 700 કરોડ જેટલો ખર્ચ કરવા માં આવેલો છે, મોટેરા સ્ટેડિયમ ની આર્કિટેચર ડિઝાઇન એજ કંપની એ તિયાર કરેલી જેમને ઑસ્ટ્રેલિયાનું એમસીજી (MCG-મેલબોર્ન) સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરી હતી,

આ સ્ટેડિયમ માં એક સાથે 1 લાખને 10 હજાર દર્શકો બેસી એટલી કેપેસીટી છે, મોટેરા સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, નવા સ્ટેડિયમના પાર્કિંગ પણ એટલું જ વિશાળ બનાવવામાં આવ્યું છે 3000 ફોર વ્હિલ કાર અને 10,000 ટૂ-વ્હીલ પાર્ક કરી શકે તેટલી જગ્યા આપવામાં આવી છે, VIP મેહમાન માટે સ્ટેડિયમ માં 75 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે દરેક કોર્પોરેટ બોક્સ 25 લોકો બેસી શકે એટલી સીટો છે અને તમને માટે ફૂડ કોર્ટ અને હોસ્પિટલ સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે એટલે કે VIP હસ્તીઓ માટે 1875 સીટ્સ રિઝર્વ્ડ છે।

મોટેરા સ્ટેડીયમમાં મુખ્ય ક્રિકેટ સ્પીચની સાથે અન્ય બે પ્રેક્ટિસ  સ્પીચ બનાવામાં આવી છે। સ્ટેડિયમ ના ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા માટે 3 મઈં ગટે  બનાવવામાં આવેલ છે, મોટેરા સ્ટેડિયમમાં એકપણ પીલર નથી તેથી સ્ટેડિયમના કોઈપણ ખુણામાં બેસીને મેચનો આનંદ માણી શકશો.

તે ઉપરાંત સ્ટેડિયમ માં boss કંપની ના ૨૦૦ જેટલા મ્યુઝિક સ્પીકર લાગવા માં આવેલું છે, ભારતનું પહેલું સ્ટેડિયમ હશે જેમાં LED લાઇટ્સનો ઉપયોગ કરવા માં આવેલો છે, સ્ટેડિયમના નોર્થ પેવેલિયનને અદાણી અને સાઉથ પેવેલિયનને રિલાયન્સ પેવેલિયન કહેવામાં આવશે

VIP અને ક્રિકટરો માટે સ્ટેડિયમમાં ત્રણ માળની VIP લોજ બનાવ માં આવેલ છે. લોજ નો એક ફ્લૉરે ક્રિકેટરો માટે રાખવામાં આવ્યો છે

મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટ ની સાથે સાથે  ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી રમી શકાશે એટલે કે એક જ મેદાનમાં મલ્ટિપલ ગેમ જોવા મળશે આ મેદાન પર કુલ 11 પીચ છે. જેને લાલ અને કાળી માટી દ્રારા બનાવ માં આવી છે. સ્ટેડિયમની અંદર ફિઝિયો થેરેપી અને હાઈડ્રોથેરેપી સુવિધા રાખવામાં આવી છે રાખવામાં આવી છે.

આ સંપૂર્ણ પ્રોજેક્ટ પુરૂકારવા રાતદિવસ અલગ-અલગ શિફ્ટમાં કામદારોને લગાવીને ૩ વરસ આ આખું મોટેરા સ્ટેડિયમ તૈયાર કરવા માં આવ્યુ
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે,‘અમે માર્ચ એશિયા ઇલેવન તથા વર્લ્ડ ઇલેવન મેચ યોજવા માગીએ છીએ

મોટેરા સ્ટેડિયમ ઘણી ઐતિહાસિક ઇનિંગ્સનું સાક્ષી રહ્યું છે  


પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ મોટેરા સ્ટેડિયમ માં ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પુરા કરી રેકોર્ડ નોંધાવ્યો હતો અને સચીન તેંડુલકરે આ મોટેરા સ્ટેડિયમ માં ૧૯૯૯માં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલદેવે આ મોટેરા સ્ટેડિયમ માં ૪૩૪મી વિકેટ ઝડપીને રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.