બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વર્લ્ડ હાર્ટ ડે: તમારું હૃદય કેવું છે..જાણો

કોરોના કારણે તમામ લોકોની શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ છે. સ્વાસ્થ્ય માટે નવા જોખમો સામે આવી રહ્યાં છે. વર્ક ફ્રોમ હોમ, સ્કૂલ-કોલેજ બંધ હોવાથી લોકોનો સીટિંગ ટાઈમ વધી ગયો છે. તેનાથી હાર્ટની બીમારીનું જોખમ દોઢ ગણું વધી ગયું છે. તેનાથી બચવા માટે દરરોજ 30 મિનિટ સુધી હસવું અને અડધા કલાક સુધી કસરત કરવી. તે ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવા માટે શું ખાવું અને શું ન ખાવું તે પણ જાણવું જરૂરી છે.


આજે વર્લ્ડ હાર્ટ ડે પર જાણો હૃદય સંબંધિત મહત્ત્વની બાબતોઃ

શું ખાવુંઃ તંદુરસ્ત હૃદય માટે નિયમિત દિનચર્યા અને એક્સર્સાઈઝ 70% ભાગ ભજવે છે. સ્વસ્થ હૃદય માટે ખાવામાં જેતૂનનું તેલ, નાળિયેર અને સરસિયાના તેલ જેવા હેલ્ધી ફેટ્સ સામેલ કરવા જોઈએ. આખું અનાજ, કઠોળ, ફળો અને શાકભાજીમાં ફાઈબર હોય છે. પાલકમાં વિટામિન-K હોય છે. સ્ટ્રોબેરી, બ્લેકબેરીમાં ખરાબ કોલેસ્ટેરોલ ઘટાડવાની ક્ષમતા હોય છે. ખાવાનું બનાવવામાં ઓછા તેલનો ઉપયોગ કરો અને રોસ્ટિંગ, સ્ટીમિંગની રીત અપનાવો.