બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના વાયરસના કહેર વચ્ચે 17 એપ્રિલે રાજ્યમાં "વિશ્વ હિમોફિલિયા દિવસ"ની ઉજવણી કરવામાં આવી.

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે અને દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કહેર વચ્ચે 17 એપ્રિલના રોજ અનોખી રીતે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરવામાં આવી.



"હિમોફિલિયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટ"ના પ્રમુખ પ્રવિણસિંહ મોરી એ જણાવ્યું હતું કેજ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.



કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાતમાં પણ વિશ્વ હિમોફિલિયા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવીરાજ્યના તમામ જિલ્લાના 60 લોકો સાથે વેબિનારના માધ્યમથી હીમોફીલિયાના દર્દીઓ અને શુભેચ્છકો સાથે વાર્તાલાપ કરવામાં આવી. તેમજ આવા કપરા સમયમાં તેમને પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી. તેમજ હિમોફિલિયાના દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારને પણ નિવેદન કરવામાં આવ્યું છે.



જાણો શું છે હિમોફિલિયા:

હિમોફિલિયા એક અસાધ્ય આનુવંશિક બીમારી છે. આ ખામી લોહી ગંઠાવાની પ્રક્રિયામાં કામ કરતા ઘટકની લોહીમાં ઉણપના કારણે થાય છે. આના કારણે શરીરના સ્નાયુઓસાંધાઓપેશાબ વાટે અને મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ થાય છે અને દર્દીને ઘણી શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે. 



હિમોફિલિયાની સારવાર રૂપે ખૂટતા જીવનરક્ષક ફેક્ટર આપવા આદર્શ સારવાર છેપરંતુ જીવનરક્ષક ફેક્ટર ભારતમા બનતા નથી. જે આયાત કરીને લાવવા પડતા હોય છે. આ રાજયની સંવેદનશીલ સરકાર વર્ષે આશરે ૨૫ કરોડ જેટલી માતબર રકમ દર્દીઓ પાછળ ખર્ચે છે. ગુજરાતની મોટા ભાગની જિલ્લા સરકારી હોસ્પિટલમા નિઃશુલ્ક હિમોફિલિયાની સારવાર ઉપલબ્ધ છે.



હિમોફિલિયાની એક વખતનો સારવારનો ખર્ચ ૧૦ થી ૨૦ હજાર રૂપિયા થતો હોય છે. તીવ્ર હિમોફિલિયા ધરાવનાર વ્યક્તિને મહિનામા ૩ થી ૪ વાર આ સારવારની જરૂર પડતી હોય છે. તેમજ જો આ દર્દીઓને સમયસર સારવાર અને જીવનરક્ષક ફૅક્ટર ન મળે તો કાયમી ખોડ રહી જાય છે. દર્દી નાની ઉમરમા પંગુતાને ભેટે છે. કરોડરજ્જુ કે મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ થાય છે. સારવારનો અભાવ આ દર્દીઓમાં જીવલેણ નીવડી શકે છે.



હિમોફિલિયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણસિંહે જણાવ્યું હતું કેરાજ્યમાં આ દર્દ” ના દર્દીઓ માટે આની જન જાગૃતિ આવે એ જરૂરી છે. આ દર્દીઓને જીવનસુરક્ષા અને જીવનવીમા જેવું કવચ પ્રાપ્ત થતું નથી તો આપણે સહુ સહકાર સાથે આ દર્દીઓને જીવનમાં ઉપયોગી થયીને પ્રેરણારૂપી પગલુ ભરીએ. આ દર્દી અને તેના પરિવાર ના દુ:ખના સહભાગી બનીયે. તેમજ શક્ય હોય તો એક હિમોફિલિક દર્દીને દત્તક લઈ તેનો શૈક્ષણિક અને સારવારનો ખર્ચ ઉપાડી સહાયક થઈ શકાયઆવા દર્દીને આપણા ધંધા રોજગારના માધ્યમથી રોજગારી અપાવીને પગભર કરી શકાયઆવા દર્દીના પરિવારના કોઈ સભ્યને રોજગારી આપી મદદરૂપ થઇ શકાય.



આ પ્રકારના દર્દીઓ આપની જાણમાં હોય તો આપ હિમોફિલિયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો...


હિમોફિલિયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટ, 

પ્રવિણસિંહ. જે. મોરી

9429440999 / 9429460999